હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો

હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો
હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો

સૂરજ પાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાના એક ભક્ત દિપક યાદવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે દાવો કરતા કહ્યું હતું કે, કરવા ચૌથના દિવસે તેની પત્ની સંજૂનું મૃત્યુ થઇ ગયું હતું અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. પરંતુ ભોલે બાબાના નામથી જ તેની મૃત પત્નીને જીવિત થઇ ગઇ હતી. જ્યારે તેણે તેની પત્નીને ભોલે બાબાનું મંત્રવાળું પાણી પીવડાવ્યું તો પત્ની જીવિત થઇ ગઈ હતી.

દીપકે જણાવ્યું કે, દુનિયા ભોલે બાબા વિશે કાંઈપણ કહે, લોકો તેમને માને કે ન માને પરંતુ અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. ભોલે બાબાના કારણે અમારા જીવનમાં બદલાવ આવ્યો છે અને અમે તેમને અમારા ભગવાન માનીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ.

હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો ભોલે બાબા

દીપકે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન ભોલે બાબાનો દરબાર નહોતો ભરાતો અને બાબા દર્શન પણ નહોતા આપતા. પરંતુ જ્યારે કોરોનાની અસર ઓછી થઇ તો રાજસ્થાનના દૌસામાં દરબાર ભરવવાની જાણ થતા દંપતી ત્યાં પહોંચ્યું હતું. જ્યાં દર્શન બાદ તેની પત્ની સંજુની તબિયત બગડી હતી.

ત્યારબાદ સંજુએ બાજુમાં બેઠેલી મહિલાઓને ગભરામણ અને ગરમી લાગવાની વાત જણાવી હતી. પરંતુ સંજુને બહાર લાવતા પહેલાં જ તે બેભાન થઇ ગઇ હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ સંજુના પતિ દીપકને શોધીને પત્ની બેભાન થયાની જાણકારી આપી હતી.

હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો ભોલે બાબા

દિપક યાદવે જણાવ્યું કે, તેની પત્ની બેભાન થઇ જતા તેના શરીરમાં કોઈ હલચલ નહોતી. મહિલાઓએ તેની પત્નીને એક ઘર સામે જમીન પર સૂવડાવી દીધી હતી. જેને લઈને તે ઘર માલિક નાખુશ હતો અને તેને ત્યાંથી ઉઠાવવા માટે કહી રહ્યો હતો.

આ દરમિયાન ત્યાં એક ડોક્ટર હાજર હતા, જેણે તપાસ કર્યા બાદ તેમણે સંજુને મૃત જાહેર કરી હતી. આ દરમિયાન દીપકે ભોલે બાબાનો મંત્ર બોલીને પત્નીને પાણી પીવડાવ્યું અને તેની પત્ની જીવિત થઇ ગઈ હતી.

હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબાએ મૃત્યુ પામેલ પત્નીને જીવંત કરી દીધી: ભક્તનો દાવો ભોલે બાબા

દીપકે એમ પણ ઉમેર્યું કે, તેને પહેલાં સાઇટિકાનો દુખાવો થતો હતો. પરંતુ બાબાના કાર્યક્રમમાં જવાથી તેની આ બીમારી દૂર થઇ હતી. આવા જ ઘણા ચમત્કાર તેને જીવનમાં જોવા મળ્યા છે. તેણે કહ્યું કે, તે તેની પત્ની અને પરિવાર સાથે ભોલે બાબા પરમાત્માની પૂજા અને આરતી કરે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here