સોનું છોડાવી દેવાના નામે પૂર્વ ટ્રાફિક વોર્ડન દ્વારા ર.૩૧ લાખની છેતરપિંડી

સોનું છોડાવી દેવાના નામે પૂર્વ ટ્રાફિક વોર્ડન દ્વારા ર.૩૧ લાખની છેતરપિંડી
સોનું છોડાવી દેવાના નામે પૂર્વ ટ્રાફિક વોર્ડન દ્વારા ર.૩૧ લાખની છેતરપિંડી
કાલાવડ રોડ પરની સૂર્યોદય સોસાયટી શેરી નં.૧માં રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતાં અને દિવાનપરા પોલીસ ચોકીની સામે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફાયનાન્સની ઓફિસ ધરાવતાં ઉમંગ જેન્તીભાઈ ધકાણ (ઉ.વ.૩૧) સાથે ગીરવે મુકેલું સોનું છોડાવવાના બહાને આરોપી યોગેશ અશોક જીલકાએ ર.૩૧ લાખની છેતરપિંડી કર્યાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉલ્લેખનીય છે કે આરોપી યોગેશ પૂર્વ ટ્રાફિક વોર્ડન છે. તેની સામે આજ રીતે એક મહિલા સાથે ૩.પ૦ લાખથી વધુ રકમની છેતરપિંડી કર્યાની થોડા સમય પહેલાં ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં તે ઘણાં સમય સુધી વોન્ટેડ રહ્યા બાદ બે  દિવસ પહેલા જ તેની પોલીસે ધરપકડ કરી હતી. હવે તેના વિરૃધ્ધ બીજી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં ઉમંગભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.૯ના રોજ આરોપી યોગેશ તેની ઓફિસે આવ્યો હતો. આવીને તેને કહ્યું કે રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસેની ફાયનાન્સની ઓફિસમાં તેનું પપ ગ્રામ ૯૦૦ મીલીગ્રામ સોનું ગીરવે મુકેલું છે.

Read National News : Click Here

જેની ઉપર તેણે રૃા.ર.રપ લાખની લોન લીધી છે. જે દાગીના હવે તેને છોડાવી વેચી નાખવા છે. જેથી દાગીના છોડાવી આપવાનું કહેતાં તેણે બધી પ્રોસેસ કર્યા બાદ તેની ઓફિસમાં કામ કરતાં ધીરૃભાઈ રાણપરાને રૃા.ર લાખ આપી આરોપી યોગેશ સાથે સોનું છોડાવવા ફાયનાન્સની ઓફિસે મોકલ્યો હતો.જયાં પહોંચ્યા બાદ ધીરૃભાઈએ વધુ રૃા.૩૧ હજાર ભરવા પડશે તેમ કહેતાં ફાયનાન્સ કંપનીમાં રૃા.૩૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. થોડી વાર બાદ ધીરૃભાઈએ તેને કોલ કરી જણાવ્યું કે લોનની રકમ ફાયનાન્સ કંપનીમાં ભરાઈ ગયા બાદ આરોપી યોગેશ સિગારેટ પીવા જવાના બહાને નીકળી ભાગી ગયો છે. લોન લીધા અંગેની પહોંચ પણ સાથે લેતો ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here