સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા: ગ્રેનેડ ઝીંકયા બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેનાની પેટ્રોલીંગ કરતી ટુકડી પર ઉંચાઈથી ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ પહેલા હેન્ડ ગ્રેનેડ ફેકી ત્યારબાદ અંધાધુંધ ગોળીબાર કરતા જુનિયર કમીશન્ડ અધિકારી સહિત પાંચ સૈન્ય કર્મીઓ શહીદ થયા હતા.

સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા: ગ્રેનેડ ઝીંકયા બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો પાકિસ્તાન

જયારે પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને એરલિફટ કરી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે અને મોડીરાત સુધી ઓપરેશન ચાલુ રહ્યું હતું. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું મહોરું સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે.

સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા: ગ્રેનેડ ઝીંકયા બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો પાકિસ્તાન

હુમલાની ઘટના સોમવારે બપોર બાદ લગભગ સાડા ત્રણ વાગ્યે બની હતી. સેનાના 22 ગઢવાલ રાયફલ્સના વાહન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. બાદમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.

સૈન્ય કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘુસ્યા હતા: ગ્રેનેડ ઝીંકયા બાદ અંધાધુંધ ગોળીબાર કર્યો પાકિસ્તાન

સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી નીકળ્યા હતા. આતંકી ઉંચાઈ વાળા વિસ્તારમાં હતા. જવાનો મોરચો સંભાળે તે પહેલા જ આતંકીઓએ અંધાધુંધ ફાયરીંગ શરૂ કરી દીધું હતું. હુમલામાં ત્રણ આતંકીઓ ભારે હથિયારોથી સજજ હતા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here