સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે જેના પુરાવા રૂપે સમયાંતરે પાલિકાના કર્મચારીઓ એન્ટીકરપ્શન બ્યુરોના હાથે ઝડપાતા  રહે છે. ઘણી વખત અલગ અલગ પ્રકારે પૈસાની માંગણી કરતા જાગૃત નાગરિકો દ્વારા એસીબી ને જાણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

છટકું ગોઠવીને તેમને ઝડપી પાડવામાં આવે છે.ઇજાનદાર પાસેથી 40,000 ની લાંચ માંગવામાં આવી.સુરત મહાનગરપાલિકામાં સ્ટ્રીટ લાઈટ મરામત અને નિભાવનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે. ફરિયાદી દ્વારા તેમણે કરેલા કામોના બાકી નીકળતા નાણા 47.11લાખનું બિલ પાલિકા પાસેથી લેવાનું બાકી હતું. આ બિલ તેને ચૂકવવા માટે અઠવા ઝોનના લાઈટ ખાતાના ઇલેક્ટ્રિકલ જુનિયર ઇજનેર પરેશ પટેલ તથા મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનિસ બારડોલીયા એ ફરિયાદી પાસેથી 20  હજાર રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી કુલ 40,000 ની માંગણી કરવામાં આવતા ફરિયાદીએ એન્ટીકર ઓપ્શન બ્યુરોની  સમગ્ર ઘટના અંગે જાણકારી હતી.

Read National News : Click Here

એન્ટીકરપ્શન બ્યુરોને ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા સુરત મહાનગર સેવાસદન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 265 ના કમ્પાઉન્ડમાં એસીબી દ્વારા બંને કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. દિવાળી પહેલા કોર્પોરેશનના અધિકારીઓ ઝડપાતા રહે છે. બે કર્મચારીઓ એક સાથે એન્ટીકરપ્શન બ્યુરોના હાથમાં ઝડપાતા કોર્પોરેશનમાં ખળભળાટ ફેલાયો છે. લાંચિયા કર્મચારીઓમાં સ્વાભાવિક રીતે જ ફડફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here