સાયબર ગુના આચરતી જુદી-જુદી ટોળકીઓના 6 સભ્યો અંતે ઝડપાયા

સાયબર ગુના આચરતી જુદી-જુદી ટોળકીઓના 6 સભ્યો અંતે ઝડપાયા
સાયબર ગુના આચરતી જુદી-જુદી ટોળકીઓના 6 સભ્યો અંતે ઝડપાયા
જુદા-જુદા પ્રકારે સાયબર ગુના આચરતા 6 આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લેતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.  તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા પ્રકારે આચરાયેલા સાયબર ફ્રોડના ગુના ધ્યાને લઈ એસપી નીતેશ પાંડેએ સાયબર ક્રાઈમ પોલીસને કામે લગાડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વડોદરાના હસન ઉર્ફે દસ્તગીર અકીલ શેખ (ઉ.વ. 25), અલ્તાફ રજાક શેખ અને આરીફબેગ સમસુદીન મીરજા સહિતની ટોળકીએ 600થી વધુ પ્રીએક્ટિવેટેડ સીમકાર્ડનું વેચાણ કર્યું છે. જેથી આ ત્રણેય આરોપીઓની અટકાયત કરતાં જાણવા મળ્યું હતું કે ત્રણેય આરોપીઓ જુદી-જુદી બે કંપનીના સીમકાર્ડ છેલ્લા એક  વર્ષથી વેચતા હતા. જેમાંથી હસન વડોદરામાં તાંદલજા ખાતે છત્રી લગાવી સીમકાર્ડનું વેચાણ કરતો હતો. દોઢ બે વર્ષ પહેલાં તેની રાજસ્થાનના ડીગ જિલ્લાના ગઠીયા સાથે મુલાકાત થઈ હતી. જેણે હસનને ડમી સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં એક સીમકાર્ડના રૂ. 350 ચૂકવવાનું પણ જણાવ્યું હતું.

જેને કારણે હસન તેની પાસે આવતાં ગ્રાહકોના આધારકાર્ડ નંબર મેળવી, ફોટો ફીંગર લઈ છેતરપિંડીથી દિવસના 4- 5 ડમી સીમકાર્ડ એકટીવ કરી લેતો હતો. 30 થી 40 સીમકાર્ડ ભેગા થઈ જતાં તે રાજસ્થાનના ડીગ જિલ્લાના ગઠીયાને કુરીયરમાં મોકલી આપતો હતો.  ઘણી વખત પોતે ડીગ રૂબરૂ જઈ સીમકાર્ડ આપી આવતો હતો. જેમાં તે બે મિત્રો અલ્તાફ અને આરીફબેગ ઉપરાંત અન્ય બે મિત્રોની પણ મદદ લઈ આ રેકેટ ચલાવતો હતો. આ રીતે તેણે થોડા સમયમાં 600થી વધુ સીમકાર્ડ ડીગ જિલ્લાના ગઠિયાઓને વેચી દીધા હતા. જેનો પછીથી અલગ-અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થતો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલે આ માહિતીના આધારે ડીગ જિલ્લામાં કાર્યવાહી કરી ઘોઘોર ગામનાં ગોપાલ રઘુવર ગુર્જરની અટકાયત કરી હતી. જેણે એવી માહિતી આપી હતી કે તેણે વડોદરાની ટોળકી પાસેથી પ્રીએકટીવેટેડ સીમકાર્ડ મેળવી તેને પોતાના બે પુત્રો ધનસીંગ અને વિક્રમની મદદથી અલગ-અલગ પ્રકારે સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને વેચી દીધા હતા. 

Read National News : Click Here

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મંડપ સર્વિસ ધરાવતા મનીષ સામાણીએ ફેસબુક ઉપર મંડપ સર્વિસના સામાનની પોસ્ટ જોઈ ઓર્ડર આપ્યો હતો. જેના આધારે ગઠીયાએ તેની પાસેથી રૂ. 30,000 પડાવી સામાન મોકલ્યો ન હતો. આ ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ સેલે રાજસ્થાનના કરોલી જિલ્લાના દલવીરસીંગ બેનીવાલની અટકાયત કરી છે. જેણે એમટેક સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત ડીગ જિલ્લાના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધીસેરા ગામમાં સ્થાનિક પોલીસની મદદથી રેઈડ કરી અઝરૂ યાદમોહમ્મદ મેવ (ઉ.વ. 20)ને 5 સ્વાઈપ મશીન, ત્રણ ચેક બુક, 15 એટીએમ કાર્ડ, 6 મોબાઈલ ફોન, 28 પ્રીએકટીવેટેડ ડમી સીમકાર્ડ સાથે ઝડપી લીધો હતો. આ આરોપી ન્યૂડ વીડિયો કોલના ગુના દ્વારા શિકાર પાસેથી પૈસા પડાવતો હતો. તેની સામે સ્થાનિક પોલીસ મારફત ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

તેની ટોળકીએ ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિને ન્યુડ વીડિયો કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. ત્યારબાદ તે વીડિયોના આધારે બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. જે મહિલા ન્યુડ વીડિયોમાં દેખાઈ હતી તેની ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી લાશના ફેક ફોટા મોકલી, આપઘાતની ફરજ પાડવાની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવાની ધમકી આપી રૂ. 89,000 પડાવી લીધા હતા.  દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ સેલે એકાદ માસ પહેલાં જ યુપીના લખનઉ ખાતેથી નીરજ સદાનંદ તીવારીની ધરપકડ કરી હતી. જેણે ફેક હોટલ બુકીંગના ગુના આચરવા માટે 100થી વધુ એક વેબસાઈટ અને 50થી વધુ ગુગલ એડસ બનાવી હોવાના પુરાવા મળ્યા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here