સરકારના ઉચ્ચ વિભાગના બનાવટી ઓર્ડર તૈયાર કરી કલાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ

સરકારના ઉચ્ચ વિભાગના બનાવટી ઓર્ડર તૈયાર કરી કલાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ
સરકારના ઉચ્ચ વિભાગના બનાવટી ઓર્ડર તૈયાર કરી કલાર્કની ભરતીનું કરોડોનું કૌભાંડ
નોકરી ઇચ્છુકો શિક્ષિત બેરોજગાર સાથે અવાર નવાર કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતી હોવા છતાં તાજેતરમાં ગત ફેબ્રઆરી 2022માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર પંથકના 200થી વધુ નોકરી વાચ્છુકો સાથે રાજકીય આગેવાનના ભાણેજ સહિત બે શખ્સોએ  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર ધાબડી અંદાજે રુા.6 થી 7 કરોડનું કૌભાંડ આચર્યાનું પાટણવાવ પોલીસમાં નોંધાતા પોલીસે રાજકોટ જિલ્લાના યુવા રાજકીય આગેવાનની ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથધરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ એલસીબી અને પાટણવાવ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાસ કરી ગણતરીની કલાકોમાં કૌભાંડના સુત્રધારને ઝડપી લેવામાં સફળતા મળી છે.શિક્ષિત બેરોજગારને નોકરી અપાવવાની લાલચ દઇ આચરેલા કૌભાંડમાં એક ઝડપાયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડાની બોગસ સહી સાથે બનાવટી ઓર્ડર તૈયાર કરી કૌભાંડ આચર્યુ નોકરી ઇચ્છુક બે યુવતી સહિત પાંચ પાસેથી એકાદ કરોડ ખંખેરી લીધા: રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ 200થી વધુ નોકરી વાચ્છુઓ પાસેથી રૂ.12 થી 15 લાખ લઇ બોગસ કોલ લેટર ધાબડી દીધા: અનેકની સંડોવણીની શંકાઆ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢ જિલ્લાના જીંજરી ગામના વતની અને ઝાંઝરડા રોડ જૂનાગઢ રહેતા રવિરાજભાઇ મનસુખભાઇ કુંડારીયાએ પાટણવાવ નજીક આવેલા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણી અને ધોરાજીના નિકુંજ માવાણી નામના શખ્સોએ બીન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ દઇ બોગસ કોલ લેટર આપી રુા.12 લાખ લઇ નોકરીનો બોગસ કોલ લેટર આપી છેતરપિંડી કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. ગોહિલ અને પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એન.ચાવડા સહિતના સ્ટાફે સરકારી નોકરીના બોગસ કોલ લેટર તૈયાર કરી ખોટી સહી સાથેના નિમણુંક પત્રને ખરા હોવાના કૌભાંડમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર સહિતના 200 જેટલા શિક્ષિત બેરોજગાર સાથે કરોડોની ઠગાઇ થયાનું ધ્યાને આવતા પોલીસની જુદી જુદી ટીમ બનાવી કૌભાંડના સુત્રધાર નવનીત કાંતી રામાણીની રાતોરાત ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજ નિકુંજ માવાણીની શોધખોળ હાથધરી છે.

Read National News : Click Here

બીન સચિવાલય કલાર્કની ભરતી માટે સૌ પ્રથમ 2018માં જાહેર થયા બાદ તા.3-2-19ના રોજ પરિક્ષા લેવાનું નક્કી થયા બાદ પરિક્ષા રદ થયા બાદ લાંબા સમયના વિલંબ બાદ તા.13-2-22ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુંક ઓર્ડર અપાવી દેવાની લોભામણી લાલચ દઇ કલાણાના નવનીત કાંતી રામાણીએ રુા.15 લાખની માગણી કર્યા બાદ રુા.12 લાખમાં સોદો નક્કી કરી પ્રથમ રુા.1.50 લાખ એડવાન્સ લીધા હતા. પરિક્ષા બાદ રવિરાજભાઇ કુંડારીયાને અમદાવાદના બોપલ ખાતે આવેલી સુર્યા ઇન હોટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા.

થોડા દિવસો બાદ તમામને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી,  ગાંધીનગર આરોગ્ય નિયામક, પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની બોગસ સહી કરેલા તૈયાર કરેલા ડુપ્લીકેટ કોલ લેટર ધાબડી તમામ પાસેથી રુા.12 થી 15 લાખ સુધીની રકમ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રાજકોટ જિલ્લા યુવા રાજકીય આગેવાન ગણાતા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણીની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ હાથધરવામાં આવી છે. બંને શખ્સોએ જુદા જુદા શહેરના 200થી વધુ નોકરી ઇચ્છુકો પાસેથી 12 થી 15 લાખ ખંખેરી અંદાજે પાંચ થી છ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકા સાથે તેમજ તેની સાથે અન્ય શખ્સોની પણ સંડોવણી હોવા અંગેની તપાસ માટે નવનીત કુંડારીયાને રિમાનડ પર લેવા તજવીજ હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here