શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા

શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા
શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હાલમાં સિયાચિનના બર્ફીલા પહાડ પર પોતાના સાથીઓને મોતના મુખમાંથી બચાવતી વખતે પોતાનો પ્રાણ ત્યજી દેનારા ભારતીય સેનાના કેપ્શન અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહ અને માને મરણોપરાંત કીર્તિ ચક્ર સોંપવામાં આવ્યું.

જેવો કીર્તિ ચક્ર આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, સૌ કોઈ કેપ્શન અંશુમનની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આટલી નાની ઉંમરમાં વિધવા થયેલી સ્મૃતિ પ્રત્યે લોકોએ સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા અંશુમન

આ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક શખ્સે તેમની વાઈફ સ્મૃતિ સિંહને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ એક્ટિવ થઈ ગયું છે. એનડીડબ્લ્યૂએ આ શખ્સ પર ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી છે.

અહમદ કે. નામના એક શખ્સે એક્સ હેંડલથી અંશુમન સિંહની વાઈફ પર ગંદી ટિપ્પણી કરી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર જ આ શખ્સને લોકોએ ઉધડો લઈ લીધો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી પોલીસને પત્ર લખીને આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા અંશુમન

પત્રમાં કહેવાયું છે કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 અને આઈટી એક્ટની કલમ 67 અંતર્ગત આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ. આયોગે દિલ્હી પોલીસને આ સંબંધમાં ત્રણ દિવસની અંદર રિપોર્ટ આપવા માટે કહ્યું છે.

ભારતીય ન્યાય સંહિતાની કલમ 79નો ઉપયોગ મહિલા વિરુદ્ધ અભદ્ર શબ્દનો પ્રયોગ કરવા બદલ થાય છે. જે અંતર્ગત ત્રણ વર્ષ જેલની જોગવાઈ છે. સ્મૃતિ સિંહના પતિ કેપ્શન અંશુમન સિંહ વિશે જણાવતા કહે છે કે, તે ખૂબ જ બાહોશ હતા. તે મને કહ્યા કરતા હતા કે, હું મારી છાતીમાં પીતળ લઈને મરીશ. હું કોઈ સાધારણ મોતે નહીં મરુ.

શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા અંશુમન

પોતાની પ્રેમ કહાની યાદ કરતા તેઓ જણાવે છે કે, અમે બંને એક જ કોલેજમાં એન્જીનિયરીંગ કર્યું. અમે કોલેજના પહેલા જ દિવસે એકબીજાને મળ્યા હતા. આ કોઈ નાટકીય વાત નથી, પણ આ પહેલી નજરનો પ્રેમ હતો.

એક મહિના બાદ તેનું સિલેક્શન આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજમાં થઈ ગયું. તે ખૂબ જ હોંશિયાર છોકરો હતો. ત્યાર બાદ અમે આઠ વર્ષ સુધી લોંગ ડિસ્ટેંસ રિલેશનશિપમાં રહ્યા અને અમે વિચાર્યું કે, હવે લગ્ન કરી લેવા જોઈએ. જે બાદ અમે લગ્ન કરી લીધા.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here