વેરાવળ : રામપરા ગામે દાદાને ભૂલથી પોત્રએ ઝેરી દવા ભરેલો ગ્લાસ પીવડાવી દેતા મોત

વેરાવળ : રામપરા ગામે દાદાને ભૂલથી પોત્રએ ઝેરી દવા ભરેલો ગ્લાસ પીવડાવી દેતા મોત
વેરાવળ : રામપરા ગામે દાદાને ભૂલથી પોત્રએ ઝેરી દવા ભરેલો ગ્લાસ પીવડાવી દેતા મોત
વેરાવળના રામપરા ગામે રહેતા પરિવારના ચાર વર્ષના પોત્રએ તેના દાદાને ભૂલથી પાણીના બદલે ઝેરી દવા ભરેલો ગ્લાસ પીવડાવી દેતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે બીજા બનાવમાં પોરબંદરના ભડગામે રહેતા યુવાને ગઈકાલે પોતાની બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ બંને મામલે પોલીસ દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. વેરાવળના રામપરા ગામે છ વર્ષના પૌત્રએ રમતા-રમતા સરબતની જગ્યાએ દાદાને ઝેર પીવડાવી દેતા વૃધ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના રામપરા ગામે રહેતા ભીખાભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.65) ગત તા. 18-11ના તેમની વાડીએ હતા ત્યારે તેમનો છ વર્ષનો પુત્ર વાડીએ રમતો હતો.

Read National News : Click Here

ત્યારે સરબતના ગ્લાસમાં ભુલથી ઝેરી દવા ભેળવી તેના દાદા ભીખાભાઇને પીવા માટે આપ્યું હતું. ત્યારે ભીખાભાઇએ તે સરબત પીવાની ના પાડતા પૌત્રએ જીદ કરતા તેઓએ એક ઘુંટડો પી જતા તેમને ઝેરી અસર થઇ હતી. બાદમાં તેઓને પ્રથમ વેરાવળ, કેશોદ બાદ અત્રે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રભાસપાટણ પોલીસને જાણ કરી હતી.વધુમાં મૃતક ખેતીકામ કરતા અને પાંચ ભાઇ-બહેનમાં વચેટ હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here