રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા

રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા
રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા

રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડમાં લાપરવાહીના ગુન્હામાં પકડાયેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે. જયારે તપાસનીસ ટીમ ‘સીટ’ સમક્ષ તેણે એવુ નફટાઈભર્યુ નિવેદન આપ્યું હતું કે પોતે કોઈ લાંચ લીધી નથી કે ખંડણી ઉઘરાવી નથી પરંતુ કામના બદલામાં લોકોએ પ્રેમથી સ્વૈચ્છીક રીતે ગીફટ આપી હતી અને તેના આ નાણા છે.

રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા રાજકોટ

લાંચ રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા સાગઠીયાની કાળી કમાણીમાંથી મેળવાયેલી મિલકતો ચકાસવા 6 સભ્યોની ખાસ કમીટી બનાવવામાં આવી હતી અને તેના દ્વારા તપાસનો દોર આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તપાસનીસ એક ટીમનાં સીનીયર અધિકારીએ નામ નહી દેવાની શરતે એમ કહ્યું કે તેને કાંઈ ખોટુ કર્યુ નથી અને લાંચ લીધી કે ખંડણી ઉઘરાવી ન હોવાનું સાગઠીયાએ નિવેદન આપ્યુ છે.

રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા રાજકોટ

પોતે અનેક લોકોના કામ કરી દીધા હતા અને તેના બદલામાં તેઓએ પ્રેમથી નાણા આપ્યા હતા. કોર્પોરેશનના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ગત 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓફીસમાં દરોડા દરમ્યાન ભ્રષ્ટાચાર સુચવતા દસ્તાવેજો મળતા કેસ દાખલ કરાયો હતો. અગ્નિકાંડ બાદ પોતાની બેદરકારી પર ઢાંકપીછોડો કરવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યાનો ભાંડો ફૂટયો હતો.

રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા રાજકોટ

લાંચ રૂશ્વત વિરોધી અધિકારીઓએ કરેલી તપાસમાં એવુ બહાર આવ્યું હતું કે 1 એપ્રિલ 2012 થી 31 મે 2024 દરમ્યાન તેની સતાવાર આવક રૂા.2.57 કરોડ થતી હતી પરંતુ પોતાના અને પરિવારનાં નામે 13.23 કરોડની સંપતીનો ખુલાસો થયો હતો.

આમ 10.55 કરોડની સંપતિ શંકાસ્પદ કાળી કમાણીમાંથી મેળવાયેલી હતી. સાગઠીયા બે પેટ્રોલપંપ, એક ગોડાઉન, એક હોટેલ, એક ફાર્મહાઉસ, ખેતીની જમીન, ગેસનુ ગોડાઉન, જમીનનો પ્લોટ, બે મકાન અને બે ફલેટ તથા 6 વાહનો હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટ TRP અગ્નિકાંડ : લાંચ લીધી નથી, લોકોએ ‘પ્રેમ’થી ગિફટ આપી હતી: એમ.ડી.સાગઠીયા રાજકોટ

તપાસનીસ એજન્સી સમક્ષ આરોપી સાગઠીયા સતત એમ કહી રહ્યા છે કે પોતે અને પરિવારનાં સભ્યોના નામે થયેલી તમામ આવક કાયદેસરની જ છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી હોવાનું નકારી રહ્યા છે.

અપ્રમાણસર મિલકત-ભ્રષ્ટાચારનાં કેસોની તપાસ કરી રહેલી સીટ મનસુખ સાગઠીયાએ ટીઆરપી ગેમઝોનના માલીકો પાસેથી નાણા મેળવ્યા હોવાનું પ્રસ્થાપિત કરતા પુરાવા મેળવી શકી નથી.

સાગઠીયાનો ભાઈ જ ભ્રષ્ટાચારના કેસમાં મુખ્ય સાક્ષી: બેંક વ્યવહારોની તપાસ
તપાસનીસ એજન્સીનાં સુત્રોએ કહ્યુ કે આરોપી મનસુખ સાગઠીયાના ભાઈ દિલીપ સાગઠીયાને જ ભ્રષ્ટાચારનાં કેસમાં મુખ્ય સાક્ષી બનાવવામાં આવશે. દિલીપ સાગઠીયાએ એસીબી સમક્ષ નિવેદનમાં એમ કહ્યું કે, ટવીન્સ ટાવરની ઓફીસ પોતાના નામે હોવા છતાં પ્રથમ દિવસથી જ કબજો મનસુખ સાગઠીયા પાસે હતો.

2020 માં આ ઓફીસ ખરીદ કરી હતી. સુત્રોએ કહ્યું કે તપાસનીસ અધિકારીઓ સાગઠીયાનાં નિવેદનનું ક્રોસ વેરીફીકેશન કરી રહ્યા છે અને છેલ્લા વર્ષોના બેંક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here