પડધરી તાલુકાના ખામટા ગામની ધાર પરથી પંદર દિવસ પહેલાં સળગેલી હાલતમાં મળી આવેલા માનવ કંકાલ અંગે રુરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
સીસીટીવી ફુટેજ અને ઇગુજકોપ તેમજ પોકેટકોપ એપની મદદથી મૃતકની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજકોટની પાર્ક ઇન હોટલના મેનેજરની ધરપકડ કરી છે. પત્નીને છુટાછેડા દઇ અમદાવાદની યુવતી સાથે હોટલમાં કુટણખાનું ચલાવના ગુનામાં ઝડપાયા બાદ બે વર્ષથી પત્નીની જેમ રહેતી વિવાદાસ્પદ યુવતી સાથે હોટલ મેનેજરને ઝઘડો થતા ગળુ દાબી મોતને ઘાટ ઉતારી લાશને કારમાં ખામટા ખાતે લઇ જઇ સળગાવી નાખ્યાની હોટલ મેનેજરે કબુલાત આપી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.9 ઓકટોમ્બરે ખામટા સીમમાં સળગેલી હાલતમાં માવન હાડપીંર મળી આવ્યું હતું. પોલીસે માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા મૃતક મહિલા હોવાનો અભિપ્રાય આપતા પડધરી પોલીસ મથકના એએસઆઇ ધર્મેશભાઇ લાવડીયાની ફરિયાદ પરથી અજાણી મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી પુરાવાનો નાશ કર્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.હોટલમાં કુટણખાના ચલાવવાના ગોરખ ધંધાના કારણે પરિચયમાં આવેલી અમદાવાદની યુવતીને બે વર્ષ સુધી પત્નીની જેમ રાખ્યા બાદ ઝઘડો થતાં હત્યા કર્યાની કબુલાત
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ એલસીબી, એસઓજી અને પડધરી પોલીસે સીસીટીવી ફુટેજ અને શંકાસ્પદ કારના નંબરની મદદથી પડકારરુ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતારાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ ગોંડલ ડીવાય.એસ.પી. કે.જી.ઝાલા, એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા, એસઓજી ઇન્ચાર્જ પી.આઇ. બી.સી.મિયાત્રા, પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ અને પડધરી પી.એસ.આઇ. જી.જે.ઝાલા સહિતના સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા અને હત્યા કોને અને શા માટે કરી તે અંગે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલીસ દ્વારા હ્યુમન સોસ અને ટેકનિકલ ટીમ દ્વારા રહસ્યના તાણાવાણા સર્જતી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
Read National News : Click Here
પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા સીસીટીવી ફુટેજમાં જી.જે.3કેએચ.3767 નંબરની હોન્ડા કાર શંકાસ્પદ જણાતા પોલીસે ઇગુજકોપ અને પોકેટ એપમા સર્ચ કરતા કાર રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નવજીવન સ્કૂલ પાસે આત્મન એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલભાઇ બેચરભાઇ ચોટલીયાના નામની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મેહુલ ચોટલીયાની આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને છેલ્લા બે વર્ષથી પત્નીની જેમ રહેતી અમદાવાદની અલ્પાબેન ઉર્ફે આઇશા વિઠ્ઠલભાઇ મકવાણાની હત્યા કરી લાશને પોતાની કારમાં ખામટા ખાતે લઇ જઇ લાકડામાં સળગાવી દીધાની કબુલાત આપી છે.
મેહુલ ચોટલીયા રાજકોટના પારસી અગીયારી ચોકમાં આવેલી પાર્ક ઈન હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. હોટલમાં બે વર્ષ પહેલાં અમદાવાદની અલ્પા ઉર્ફે આઇશાને કુટણખાનું ચલાવવા રુમ ભાડે આપતો હતો. બંને સાથે મળી હોટલમાં રુપલલના પાસે લોહીનો વેપાર કરાવવાના ગુનામાં ઝડપાતા બંને વચ્ચે પરિચય બાદ અનૈતિક સંબંધો બંધાયા હતા. દરમિયાન મેહુલ ચોટલીયાની પત્ની છુટાછેડા લઇ લીધા હોવાથી અલ્પા ઉર્ફે આઇશાને છેલ્લા બે વર્ષથી પત્નીની જેમ પોતાની સાથે જ રાખી હતી. દરમિયાન ગત તા.6ના રોજ બંને વચ્ચે ઝઘડો થતા અલ્પા ઉર્ફે આઇશાએ મેહુલ ચોટલીયાને બે લાફા મારી દેતા તે ઉશ્કેરાયો હતો અને અલ્પા ઉર્ફે આઇશાનું ગળુ દાબી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્રણ દિવસ સુધી તેણીની લાશને રુમમાં રાખ્યા બાદ તા. 9મીએ પોતાની કારમાં લાશને ખામટા ખાતે લઇ જઇ સળગાવી દીધાની કબુલાત આપી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here