રાજકોટ : નકલી ચલણી નોટના ગુનામાં મહંમદ સૈફુદ્દીનને આજીવન કેદ

રાજકોટ : નકલી ચલણી નોટના ગુનામાં મહંમદ સૈફુદ્દીનને આજીવન કેદ
રાજકોટ : નકલી ચલણી નોટના ગુનામાં મહંમદ સૈફુદ્દીનને આજીવન કેદ
વર્ષ 2010માં રાજકોટની નાનામૈવા ચોકડી પાસે છ બંગાળી શખ્સો શંકાસ્પદ હાલતમાં ગતિવિધીઓ કરતા પકડાયેલ જેઓની અંગઝડતી કરતા રૂ।0,000/-ની બનાવટી ચલણી નોટો મળી આવેલ જે અંગેનો કેસ ચાલી જતાં નાસતા ફરતા પાંચ આરોપીઓ સીવાય પકડાઈ ગયેલ આરોપી મહંમદ સૈફુદ્દીનને સેશન્સ અદાલતે આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફરમાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા.5/5/2010ના રોજ રાજકોટ સિટી ક્રાઈમ બ્રાંચને બાતમી મળેલ કે નાનામૈવા ચોકડી પાસે છ મુસ્લિમ બંગાળી શખ્સો શંકાસ્પદ હાલતમાં ગતિવિધીઓ કરતા જણાય છે માહિતીના આધારે જે તે વખતના પી.આઈ.ડી.એમ. વાઘેલાએ પોતાની ટીમ સાથે નાનામૈવા ચોકડીએથી છએ શખ્સોને ઝડપી લીધેલ અને તેઓની અંગઝડતી કરતા દરેક પાસેથી રૂ।000 અને રૂ। 500ના દરની કુલ રૂ।0,000ની ચલણી નોટો મળી આવેલ આ ચલણી નોટો બનાવટી હોવાની ખરાઈ માટે એફ.એસ.એલ અધિકારીને બોલાવી તેમનો રીપોર્ટ મંગાવેલ હતો. ત્યાર બાદ આ છએ શખ્સોને જામીન મળી જતા તમામ આરોપીઓ નાસી ગયેલ જેમાના એક આરોપી મહમદ સૈફુદ્દીન મહમદ મુજામીલ હક વર્ષ 2021માં પકડાઈ ગયેલ અન્ય પાંચ આરોપીઓ ત્યારબાદ પણ નાસતા ફરતા હોવાથી હાલના એક આરોપીનો કેસ અલગ કરી તેની ટ્રાયલ ચલાવવામાં આવી હતી.

કેસની ટ્રાયલ દરમ્યાન બચાવ લેવામાં આવેલ કે જે માહિતીના આધારે રેઈડ કરવામાં આવેલ અને પંચનામા મુજબની જે કાર્યવાહી કરવામાં આવેલ છે તેના સ્થળ સમયમાં તફાવત આવેલ છે. તેમજ જે નોટો કબ્જે કરવામાં આવેલ તે દેખીતી રીતે બનાવટી હોવાનું જણાતું ન હતું.આ ઉપરાંત આરોપીઓ પાસેથી જે નોટો કબ્જે કરવામાં આવેલ હતી.તેમાં અમુક ચલણી નોટો સાચી પણ હતી.આ તમામ કારણોસર આરોપીને શંકાનો લાભ આપવો જોઈએ તેમ રજુઆત કરવામાં આવેલ હતીં. સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકાર વકીલ એસ.કે.વોરાએ જણાવેલ હતું કે જે છ આરોપીઓને પકડવામાં આવેલ તેમાંના કોઈપણ આરોપી ગુજરાતના રહેવાસી નથી અને રાજકોટ ખાતે કયાં ઉદ્દેશથી આવેલ છે. તેની પણ કોઈ સ્પષ્ટતા નથી.આવી ગતિવિધી શંકાસ્પદ જણાતી હોય ત્યારે આરોપીઓ પાસેથી પકડાયેલ ચલણી નોટો બનાવટી છે તેવું હકારાત્મક અનુમાન થાય છે.

Read National News : Click Here

આ ઉપરાંત રાજકોટમાં રહીને ગોંડલ વિવિધ જગ્યાએથી ઘરવખરીનો સામાન આરોપીઓેએ લીધેલ હોય જેની ચુકવણીમાં અપાયેલ ચલણી નોટો બનાવટી હોવાનું જણાય છે. આ કાર્યવાહી પણ શંકાસ્પદ છે તેથી આરોપીઓ પાસેથી પકડાયેલ ચલણી નોટો બનાવટી હોવાની જાણ તેઓને પ્રથમથી જ હતી. અને આ ચલણી નોટોનો ઉપયોગ પણ તેઓએ કરેલ હોવાનું સાબીત થાય છે. સરકાર તરફેની આ રજુઆતના અંતે અધિક સેશન્સ જજ વી.કે.ભટ્ટે આરોપી મહંમદ સૈફુદ્દીન મહમદમુજામીલ હકને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા અને અધિક પી.પી.પરાગભાઈ શાહ રોકાયેલ હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here