રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિત બે ને પાંચ વર્ષની કેદ

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિત બે ને પાંચ વર્ષની કેદ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિત બે ને પાંચ વર્ષની કેદ
રાજકોટમાં રૂ.7 લાખની લાચ માગનાર તત્કાલીન જિલ્લા પુ2વઠા અધિકા2ી અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે  પાચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને રૂ.25-25 હજા2નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની હકીકત મુજબ વર્ષ 2007 મા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા  દિનેશકુમાર જીવાભાઈ બરડાએ પડીત દીનદયાળ ગ્રાહક ભડાર (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન) ના સચાલક ફરીયાદી અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમા આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગેરરીતિઓ આચરવા બદલ ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનો દાખલ કરાવ્યા બાદ ગ્રાહક ભડારના સચાલક  અસલમ મોસાભાઈ ડેરૈયા વિરુધ્ધ પ્રિવેન્શ ઓફ બ્લેક માકટીગ હેઠળ ધરપકડન વોરટ ન કાઢવા રૂ.7  લાખની લાંચની માગણી કરી હતી. આ લાંચની માગણીના હપ્તા સ્વરૂપે છટકાના દિવસે ફરીયાદીએ રૂપીયા બે લાખ આપવાના હતા. આ હપ્તો લેવા માટે પુરવઠા અધિકારી દીનેશકુમાર બરડાએ પોતાના એજન્ટ તરીકે હસમુખ ભુદરભાઈ વ્યાસને પૈસા ચુકવી આપવા જણાવેલુ હતુ.

સસ્તા અનાજની દુકાનમાં ગેરરિતી બદલ વેપારી સામે વોંરટ ન કાઢવા રૂા.7 લાખની માંગણી કરી‘તી: બે લાખ લેતા એજન્ટ પકડાયો તો

એજન્ટ હસમુખભાઈ વ્યાસ નકિક થયા મુજબ ગેબનશાહ પીરની દરગાહે રાત્રિના આઠ કલાકે પહોંચ્યા હતા. અને ફરીયાદી પણ આ જગ્યાએ પહોચતા હસમુખભાઈએ રૂપીયા સ્વિકારવાના બદલે બરડાના બગલામાં બધા સાથે ગયા હતા. બરડાને મળતા બરડાએ લાચની રકમ પોતાના ઘરની બહાર એજન્ટ હસમુખભાઈને આપી દેવા જણાવતા  ફરીયાદી તથા પચ અને એજન્ટ હસમુખભાઈ ઘરની બહાર આવેલ અને ત્યા ફરીયાદી પાસેથી બે લાખ રૂપીયા સ્વિકારતા એ.સી.બી.ની ટીમે  હસમુખભાઈ અને મુખ્ય આરોપી દિનેશકુમાર બરડાને ઝડપી લીધા હતા. પોલીસ તપાસ પૂર્ણ થતા જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી બરડા તરફે બચાવ લેવામા આવેલ કે તેઓએ કોઈ લાચની 2કમ માગેલ કે સ્વિકારેલ નથી અને જે રકમ એજન્ટ હસમુખભાઈએ સ્વિકારેલ છે તે અગે તેઓ પોતે કસુ જાણતા નથી. એજન્ટ હસમુખભાઈના અગત વ્યવહારો માટે બરડાને તકસીરવાન ઠરાવી શકાય નહી.

એજન્ટ હસમુખભાઈ વતી જે બચાવ લેવામા આવેલ તે રૂપીયા બે લાખ સ્વિકાર્યાનો ઈન્કાર કરવાના બદલે ફકત ટેકનીકલ બાબતો ઉઠાવવામા આવી હતી. સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે બન્ને આરોપીઓ તરફેની ઉલટ તપાસ દરમ્યાન ગેબશાહ પીરની દરગાહેથી એજન્ટ હસમુખભાઈ ફરીયાદીને લઈને બરડાના ઘરે રાત્રિના દશ કલાકે ગયેલ હોવાનો કોઈ ઈન્કાર નથી કે આ હકીકત નાસાબીત થતી નથી. એજન્ટ હસમુખભાઈ સરકારી અધિકારી ન હોવાથી તેઓ લાંચની માગણી કરી શકે નહી.

Read National News : Click Here

ફરીયાદી તેમની બંધ થયેલ દુકાનને ચાલુ કરવા પરવાનગી માગવા આવેલ હતા. જેની સામે સરકાર તરફે રજુઆત કરવામા આવેલ કે બંધ કરવામા આવેલ દુકાન ખોલી આપવા પરવાનગી આપવી કે કેમ તે બરડાની ઓફિસીયલ ડયુટી છે. જે ડયુટીનુ કામ તેમની ઓફિસીયલ વર્કીગ કલાકોમા જ થઈ શકે. આવા કામ માટે રાત્રે દશ વાગ્યે ફરીયાદીને પોતાના ઘરે પોતાના એજન્ટ સાથે મળવા આવવા દેવાની હકીકત લાંચનો વ્યવહાર સાબીત કરે છે. લાચની માગણી અને સ્વિકૃતી અંગેના આટલા બીન તકરારી પુરાવા હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠરાવવા અનિવાર્ય બન છે. સરકાર તરફેની દલીલોના અંતે ખાસ અદાલતના જજ  બી.બી. જાદવે જિલ્લા પુરવઠા અધિકારી દિનેશકુમાર જીવાભાઈ બરડાને તથા એજન્ટ તરીકે કામ કરતા હસમુખભાઈ ઉર્ફે ભાણો ભુદરભાઈ વ્યાસને પાચ વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂ.25 હજારનો દડ ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  સજયભાઈ કે.વોરા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here