રાજકોટ:રેલ્વે પ્લેટફોર્મ પરથી મુસાફરની 4.71 લાખની મત્તા સાથેની બેગ ચોરાઈ

રાજકોટ:રેલ્વે પ્લેટફોર્મ પરથી મુસાફરની 4.71 લાખની મત્તા સાથેની બેગ ચોરાઈ
રાજકોટ:રેલ્વે પ્લેટફોર્મ પરથી મુસાફરની 4.71 લાખની મત્તા સાથેની બેગ ચોરાઈ
ધોકાના દિવસે રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી ગઠીયાઓ એક મુસાફરની રૂા. 4.71 લાખની મત્તા સાથેની ટ્રોલી બેગ લઈ ભાગી ગયા હતા. રેલ્વે સ્ટેશન પર આરપીએફ અને જીઆરપીનો બંદોબસ્ત રહેતો હોવા છતાં આ ઘટના બનતા અનેક સવાલો ઉઠયા છે.

Visit Saurashtra Kranti Homepage here

સીસીટીવી ફૂટેજના આધારે જીઆરપીએ ગઠિયાઓની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. પેડક રોડ પર અટલ બિહારી ઓડિટોરીયમની સામે ધ ઈસ્ટ લાઈફ બિલ્ડીંગમાં રહેતાં અને કુવાડવા રોડ પર પ્લમ્બીંગનો સામાન વેચતા દિવ્યેશ ધનજીભાઈ શાહ (ઉ.વ. 37)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 13ના રોજ પત્ની અને સંતાનો સહિતના પરિવાર સાથે ભીવંડીમાં લગ્નપ્રસંગે જવા માટે રાજકોટથી સિકંદરાબાદ જતી ટ્રેનમાં બુકીંગ હોવાથી પ્લેટફોર્મ નં. 3 પર પહોંચ્યા હતા. જયાં એકસીલેટર મારફતે ગયા હતા. પરંતુ પછી ટ્રેન પ્લેટફોર્મ નં. 6 પરથી ઉપડવાની જાણ થતાં પ્લેટફોર્મ નં. 3 પરથી પ્લેટફોર્મ નં. 6 પર જવા માટે સીડી ઉતરી જતા હતા. 

તે વખતે પુત્રી તેનાથી આગળ અને પત્ની પાછળ આવતી હતી. સીડીના બે-ત્રણ પગથિયા ઉતરવાના બાકી હતા તે વખતે બેલેન્સ્ ગુમાવતા લથડીયું ખાઈ ગયા હતા. જેથી આગળ ચાલતી પુત્રી  તેને પકડવા માટે આવી હતી. તે વખતે તેણે ટ્રોલી બેગ પ્લેટફોર્મ નં.૬ પર રાખી હતી. થોડીવાર પછી જોતાં તે ટ્રોલી બેગ ગાયબ હતી. જેમાં સોનાનો ચેઈન, સોનાની રીંગ, સોનાનું પેન્ડન્ટ, સોનાનું બ્રેસલેટ સહિતના દાગીના હતા. આ ઉપરાંત બે-ત્રણ જોડી કપડાં  અને બીજો પરચૂરણ સામાન હતો.

Read National News : Click Here  

ઘણી તપાસ કરી પરંતુ બેગ નહીં મળતાં આખરે રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે દિવ્યેશભાઈ અને તેના પરિવારના સભ્યો કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. પરંતુ પ્રસંગમાં જવું જરૂરી હોવાથી ટ્રેનમાં બેસી ગયા હતા. સાથો-સાથ ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ સંતોષકારક કાર્યવાહીને બદલે ઠાલા  આશ્વાસનો મળ્યા હતા. આ સ્થિતિમાં ભીંવડીમાં ઝડપથી પ્રસંગ પતાવી રાજકોટ  આવી રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here