રાજકોટમાં હીરાના કારખાનાની 63 લાખની ચોરીમાં 3 ઝડપાયા

રાજકોટમાં હીરાના કારખાનાની 63 લાખની ચોરીમાં 3 ઝડપાયા
રાજકોટમાં હીરાના કારખાનાની 63 લાખની ચોરીમાં 3 ઝડપાયા
મવડીમાં બાપા સીતારામ ચોકથી આગળ સ્વાગત આર્કેડના બીજા માળે આવેલા શ્રીજી એન્ટરપ્રાઈઝ નામના હીરાના કારખાનામાંથી રૃા.૮ લાખની રોકડ અને ૫૫ લાખના હીરા મળી કુલ રૃા.૬૩ લાખની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી કારખાનાના પૂર્વ કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ધરપકડ કરાયેલામાં બકુલ ઉર્ફે બકો ધનજીભાઈ ઢોલરીયા (ઉં.વ.૩૦, રહે. મુળ વાછીયાળી, તા.સાવરકુંડલા, હાલ માનસરોવર ફ્લેટ નં. ૫૧૬/એ-૬, સુરત કામરેજ રોડ, ટોલનાકા પાસે, સુરત) પરેશ હિરાભાઈ મુંગલપરા (ઉં.વ.૪૫, રહે.વરજાંગ-જાળીયા, તા.ઉપલેટા, હાલ માનસરોવર ફ્લેટ નં. ૫૧૬/એ-૬, સુરત કામરેજ રોડ, ટોલનાકા પાસે, સુરત) જીતેશ ઉર્ફે જીતુ ગોપાલભાઈ રૃપાપરા (ઉં.વ.૪૬, રહે.ઈશરા, તા.ઉપલેટા, હાલ વિઝન પ્રિન્ટિંગ પ્રેસના કારખાનામાં, ગોંડલ ચોકડી પાસે, રાજકોટ)નો સમાવેશ થાય છે.પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ બાતમીના આધારે ત્રણેયને સુરતથી પકડી રૃા.૫૨ લાખના હીરા, ૩.૩૭ લાખની રોકડ, હીરાની ડાય, ઈલેક્ટ્રીક હેમર ડ્રીલ મશીન સહિત રૃા.૫૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ જસદણ, તાલાલા, નર્મદાના ડેડીયાપાડા, સુરતના સરથાણા, જુનાગઢ શહેરના બી-ડિવિઝન મળી ચોરી, દારૃ મળી કુલ ૬ ગુનામાં, પરેશ ભાવનગરના નીલમબાગ, બનાસકાંઠાના ભાભર, અમરેલીના વડીયા, જુનાગઢના વીસાવરદ, ઉપલેટા અને ક્રાઈમ બ્રાન્ચમાં ચોરી, જુગાર અને ધમકી મળી ૬ ગુનામાં તેમજ જીતેશ જુનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકમાં દારૃના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.હીરાના કારખાનામાં ચોરી અંગે ગઈ તા.રના તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય. બી. જાડેજા ઝોન-રના પી.એસ.આઈ. આર. એચ. ઝાલા અને તાલુકા પોલીસે અલગ – અલગ ટીમો બનાવી તપાસ શરૃ કરી હતી. કારખાનાની આસપાસના સીસીટીવી ચેક કરવા સહિતની તપાસ કરી ત્રણેય આરોપીઓની ઓળખ મેળવી સુરતની દબોચી લીધા હતા. હાલ વધુ તપાસ જારી રાખી છે.

Read National News : Click Here

આરોપીઓએ બે દિવસ કારખાનાની રેકી કરી હત.પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપી બકુલ ઉર્ફે ધની ઢોલરીયાએ અગાઉ તેણે ચોરી કરી હતી તે કારખાનામાં ચાર-પાંચ દિવસ નોકરી કરી હતી. જેથી તેને તમામ માહિતી ખબર હોય બન્ને મિત્રોની મદદથી ચોરી કરી હતી. બકુલ અને પરેશ રાજકોટ આવી આરોપી જીતેશને ત્યાં રોકાયા હતા. બે દિવસ કારખાનાની રેકી કરી હતી અને મોકો જોઈ ચોરી કરી હતી.ચોરી બાદ બન્ને આરોપી બસમાં સુરત પહોંચી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here