રાજકોટમાં ‘હિટ એન રન’ : સ્ટર્લીંગ હોસ્પિટલ નજીક ટ્રેકટર ઠોકરે વિદ્યાર્થીનીનું મોત

જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
રાજકોટ શહેરમાં અકસ્માતને ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ત્યારે આજે વધુ એક અકસ્માત નો બનાવ શહેરમાં બનવા પામ્યો છે જેમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલ સામે પુરપાટ ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે સ્કૂટી પર જતી બે પિતરાઈ બહેનોને ઠોકર મારતા એક તરુણીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ કરી હતી. જ્યારે તરુણીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.તરૂણી સ્કુટી લઈને પિતરાઈ બહેન સાથે રેલનગરમાં જતી હતી તે વેળાએ કાળનો કોળિયો બની અકસ્માત સર્જી ફરાર ટ્રેક્ટર ચાલકની પોલીસ દ્વારા શોધખો બનાવા અંગેની મળતી માહિતી અનુસાર રેલ નગરમાં લાલ બહાદુર રહેતા માધવીબેન અરવિંદભાઈ લકુમ નામની 19 વર્ષીય વિદ્યાર્થીની પોતાના ઘરેથી તેની પિતરાઈ બહેન પ્રિયાને થી તેડીને પોતાના ઘરે સ્કુટી પર જઈ રહી હતી તે સમયે દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે પહોંચી તે સમયે પૂરપાટ ઝડપે આવતા ટ્રેક્ટર ચાલકે તેમને ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જ્યારે આ અકસ્માતમાં માધવી બેનનો ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Read National News : Click Here

જ્યારે તેની પિતરાઈ બહેન પ્રિયાને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી બનાવની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે માધવીબેન ના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પૂછવા પોલીસને જાણવા મળ્યું હતું કે માધવીબેન હળવદમાં રહી કોલેજમાં અભ્યાસ કરે છે. અને તે બે ભાઈઓને એક બહેનમાં મોટા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. તાજેતરમાં જ નવા 150 ફૂટ રીંગ રોડ પર વિદ્યાર્થીને ઠોકરે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતોજેમાં સગીરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ફરી એક બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here