રાજકોટમાં ભેળસેળનું ભોપાળુ:કેશર શિખંડ,ફરાળી લોટ,પેટીશના નમુના ‘નાપાસ’

રાજકોટમાં ભેળસેળનું ભોપાળુ:કેશર શિખંડ,ફરાળી લોટ,પેટીશના નમુના ‘નાપાસ’
રાજકોટમાં ભેળસેળનું ભોપાળુ:કેશર શિખંડ,ફરાળી લોટ,પેટીશના નમુના ‘નાપાસ’
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા “વિમલ નમકીન” -શ્રીરામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન પાસે, ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર. લક્ષ્મીનગર મેઇન રોડ,  પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “કેશર શિખંડ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

ફુડ વિભાગે ચેકીંગ દરમિયાન મરી, મરચા પાઉડરના નમુના લીધા: 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે અપાઇ સુચના

તેવી જ રીતે  મનહર પ્લોટ-10, “મંત્ર મહેલ”, મંગળા મેઇન રોડ  પરથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ફરાળી લોટ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.રાધે કેટરર્સ, રેડિયન્સ એપાર્ટમેન્ટ, રૈયા રોડ, નાગરિક બેંકની પાસે, પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ફરાળી લોટ- ફરાળી પેટીશ માટેનો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.ફૂડ વિભાગ “આર.એસ. ગૃહ ઉદ્યોગ”, ચુનારાવાડ શેરી નં.1, ટી.સી.વાળી શેરી, આજીનદીના કાંઠે, દૂધ સાગર રોડ,  પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ચણા (લુઝ)” નો નમૂનો તપાસ બાદ ધારા ધોરણ કરતાં વધુ મોઈચર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.એફ.વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Read National News : Click Here

ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.ડબલ્યુ. વાન સાથે નાણાવટી ચોક થી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ મોમાઈ સુપર માર્કેટ , ખોડિયાર ટી સ્ટોલ,બાલાજી કોલ્ડ્રિંક્સ,  સોડા કાફે , ક્રિષ્ના સેલ્સ એજન્સી , ખોડિયાર કિરણાં , ડોલી અમુલ પાર્લર તથા સાયોના પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (જય ચામુંડા ફરસાણ, અનુગ્રહ સેલ્સ એજન્સી,  ભવાની કિરણાં ભંડાર, મહાદેવ કરછી દાબેલી, મોંજીનીસ કેક શોપ, યમુના પ્રોવિઝન સ્ટોર્સ, એમ.એમ. નમકીન, ગાયત્રી ડેરી ફાર્મ, તિરૂપતી ડેરી ફાર્મ, રજવાડી આઇસ્ક્રીમ, જલારામ ખમણ, મહેતા ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ દ્વારા રાત્રીના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં એગ્ઝ તથા એગ્ઝ પ્રોડક્ટનું વેચાણ કરતી લારીમાં ચકાસણી કરવામાં આવી જેમાં હેરન્જા એગ્ઝ સેન્ટર, સબ્બીર એગ્ઝ ઝોન, :,સંજરી એગ્ઝ સેન્ટર, રહીસ એગ્ઝ , ફૈજી રહીઝ એગ્ઝ , કેજીએન વસીલા એગ્ઝ સેન્ટર, પરફેક્ટ આમલેટ , કિસ્મત એગ્ઝ , એ-1 એગ્ઝ સેન્ટર , ઝાયકા એગ્ઝ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવેલ. તેમજ 2 સ્થળ પરથી ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here