શહેરના માંડા ડુંગર વિસ્તારમાં એક કારખાનામાંથી ગેરકાયદે ઉપયોગ લેવાતી નીમ ખાતરની 337 થેલીઓ ઝડપાઈ હતી. તપાસમાં ખુલ્યું હતું કે, આ ખાતરનો કેમિકલ બનાવવા ઉપયોગ કરાતો હતો.
Visit Saurashtra Kranti Homepage here
રૂ.99404નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કારખાનેદાર અશ્વિન પ્રભુ સાદરિયા સામે ગુનો દાખલ હતો.આ અંગે વિશાલકુમાર જમનભાઇ બાબરીયા (ઉ.વ.35, રહે. સિદ્ધિ હેરીટેઝ, અંબીકા ટાઉનશીપ મેઈન રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં)એ જણાવ્યું કે, હું રાજકોટ નાયબ ખેતીનીયામક વિસ્તરણની કચેરી જે સરકારી પ્રેસની બાજુમાં આવેલ છે તેમાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવું છું. ગઇ તા.25/10/2023 ના રોજ હું તથા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) વી. પી. કોરાટ અમે બંને રાજકોટ માંડાડુંગર વિસ્તારમાં હતા અને અમને ખાનગી રીતે માહીતી મળેલ હોય કે, સરકારનું સબસીડી વાળુ નીમ યુરીયા ખાતર જેનો વપરાશ ફક્ત ખેતીકામ માટે જ કરવાનો હોય તે નીમ યુરીયા ખાતર એન કેન પ્રકારે મેળવી ઔદ્યોગિક વપરાશમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. તેવું જાણવા મળતા, તપાસ કરતા હતા.
તેવામાં પરશુરામ ઈન્ડ. એરીયામાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલ અજય વે બ્રીજ પાસેના ગિરિરાજ ઈમ્પેકસ નામના કારખાનામાં પીળા કલરના દરવાજા વાળા મોટા ડેલામાં નીમ યુરીયા ખાતરનો જથ્થો પડેલ છે તેવી બાતમી મળી હતી. ત્યાં પહોંચતા સુરેશભાઇ અમરશીભાઇ પટેલ નામની વ્યક્તિ હાજર હતી. તેમને સાથે રાખી ડેલામાં તપાસ કરતા ત્યાં નીમ યુરીયા ખાતરની થેલીઓનો જથ્થો જોવામાં આવેલ.
જેથી સુરેશભાઇને પુછેલ કે, આ નીમ યુરીયા ખાતરનો તમે શું ઉપયોગ કરો છો તો તેણે જણાવેલ કે આ ડેલાનો તથા યુરીયા ખાતરનો માલીક અશ્ર્વિન પ્રભુ સાદરીયા છે. જેથી તેને બોલાવતા થોડી વારમાં અશ્ર્વિન આવી જતા સબસીડી વાળુ નીમ યુરીયા ખાતરનો આવડો મોટો જથ્થો ક્યાથી લાવેલ છો તેના બીલ માંગેલ તથા આટલા મોટા ખાતરના જથ્થાનો શું ઉપયોગ કરો છો તેમ પુછતા તેણે પોતાની પાસે બીલ નહીં હોવાનુ જણાવેલ અને પોતે આ નીમ યુરીયા ખાતરનો ઉપયોગ રેઝીન(એક પ્રકારનુ કેમીકલ) બનાવવામાં ઉપયોગ કરે છે તેમ જણાવેલ. તેમજ નીલ કોસમો મટિરિયલ્સ ટેકનોલોજી નામની પેઢીના જવાબદાર વ્યક્તિ છે. જે તેઓ પ્લોટ નંબર 5, પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન 2, શેરી નંબર 4, વૈભવ ફાઉન્ડરી પાસે, રાજકોટ પેઢી ચલાવે છે.
Read National News : Click Here
વધુમાં ખેતી અધિકારીએ જણાવેલ કે, પ્રાથમિક દ્રષ્ટિએ થેલીમાં જોતા જીએસએફસી લિમિટેડ અને ક્રિભકો લિમિટેડ કંપનીની ખાતરની થેલીમાં વિગતો હતો. હાલ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના હેઠળ તમામ બેગો પીળા કલરની એક સમાન હોવાથી તમામ બેગોની વિગતો જાણવા માટે સ્થળ પર હાજર મજૂરો દ્વારા ખાતરની તમામ બેગોનું ફરીથી ગોઠવણ કરી વિગતો નોંધવાનું શરૂ કરેલ હતી અને 373 થેલીઓ ગણી હતી. સેમ્પલ જૂનાગઢ ખાતે તપાસ માટે મોકલાયા છે. આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધી અશ્ર્વિનની ધરપકડ કરાઈ હતી. અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here