યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ…!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો

યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ : અહો આશ્ચર્યમ...!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો
યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ : અહો આશ્ચર્યમ...!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો

ઉત્તરપ્રદેશના બદાયૂંમાંથી એક એવો મામલો સામે આવ્‍યો છે જેને સાંભળીને તમારું પણ દિમાગ ફરી જશે. મામલો એવો છે કે, એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને ક્‍યાંક ગાયબ થઈ ગઈ હતી. અને એ જ સમયથી તેના સસરા પણ ગાયબ હતા. પતિ બંનેનો શોધતો રહ્યો પરંતુ તેઓ ક્‍યાંય ન મળ્‍યા. ૭ વર્ષ બાદ પતિને જાણ થઈ કે, તેમના પિતા અને તેની પત્‍નીએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે અને બંને ચંદૌસીમાં રહી રહ્યા છે. પતિએ તાત્‍કાલિક તેની સૂચના પોલીસને આપી.

યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ…!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો લગ્ન

પોલીસ આ બંનેને પકડીને પોલીસ સ્‍ટેશન લઈ આવી. ત્‍યારે તેમને જાણ થઈ કે, પુત્રવધુ પોતાના સસરા સાથે જ ચાર વર્ષ પહેલા ભાગી ગઈ હતી. બંનેએ લગ્ન પણ કરી લીધા હતા અને બંનેને એક દીકરો પણ છે. આ મામલે મહિલાએ કહ્યું કે, હું પોતાના પતિથી પરેશાન હતી. હું મારી મરજીથી સસરા સાથે ભાગી ગઈ હતી અને તેમની સાથે લગ્ન કરી લીધા હતા. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, લગ્ન વખતે મારો પતિ સગીર હતો. તેથી હું આ લગ્નને નથી માનતી. હું સસરા સાથે થયેલા લગ્નને જ માનું છું. મહિલાએ સસરા સાથેના લગ્નના દસ્‍તાવેજ પણ પોલીસને બતાવ્‍યા. આ કારણોસર પોલીસે બંનેને છોડવા પડ્‍યા. પરંતુ આ મામલો હવે વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ…!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો લગ્ન

આ મામલો બદાયૂં જિલ્લાના દબતૌરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનો છે. જયાં એક યુવકે થોડા દિવસ પહેલા બિસૌલી પોલીસે ફરિયાદ કરી છે. તેમણે આરોપ લગાવ્‍યો કે, મારા લગ્ન ૨૦૧૬માં વજીરગંજ વિસ્‍તારની એક યુવતી સાથે થયા હતા. એક વર્ષ બંને સાથે રહ્યા. બીજા વર્ષે પત્‍ની અને પિતા બંને ગાયબ થઈ ગયા. ત્‍યારથી હું બંનેને શોધી રહ્યો છું. પરંતુ ૭ વર્ષ બાદ જાણ થઈ કે, બંને ચંદૌસીમાં રહી રહ્યા છે અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે.

યેહ તો બસ શરૂઆત હૈ.. ઘોર કળિયુગ…!!/ લગ્નના સાત વર્ષ બાદ પતિને ગુમ થયેલ પત્ની અને પિતાનું રહસ્ય સામે આવ્યું, જાણો વિચિત્ર કિસ્સો લગ્ન

પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરતા મહિલા અને તેના સસરાને પકડીને પોલીસ સ્‍ટેશન લઈ આવી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્‍યું કે મહિલા તેના પતિથી પરેશાન હતી. લગ્ન વખતે તેનો પતિ સગીર હતો. તે ભણેલો પણ નહોતો અને કંઈ કમાતો પણ નહતો. આ જ કારણે તે પોતાની મરજીથી તેના સસરા સાથે ભાગી ગઈ હતી. ત્‍યારબાદ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. હવે સસરાથી તેને બે વર્ષનો દીકરો પણ છે. બંને પોતાના જીવનમાં ખુશ છે. મહિલાએ જણાવ્‍યું કે ગામમાં બદનામીના ડરથી અમે ચંદૌસીમાં રહેવા લાગ્‍યા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here