મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા અંગેની માથાકૂટમાં એક વ્યક્તિની હત્યા થઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા અંગેની માથાકૂટમાં એક વ્યક્તિની હત્યા થઇ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા અંગેની માથાકૂટમાં એક વ્યક્તિની હત્યા થઇ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવ હત્યામાં પલટાયો હોય, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઇ હતી. અને બાદમાં માથાકૂટ થતા રાજેશ ગઢવી નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન રાજેશ ગઢવીનું મોત થયું હતું.જે બનાવ મામલે મૃતકના ભાણેજ સિદ્ધાર્થ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત રાત્રીના રાજેશ ગઢવી પોતાના મકાન બહાર બેઠા હતા. ત્યારે પાડોશી લાખાભાઈના ઘર પાસે આરોપી વલ્લી ફટાકડા ફોડી રહ્યો હતો જેથી લાખાભાઈએ વલ્લીને ફટાકડા ફોડવાની ના પાડી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ પરિણામે રાજેશભાઈ ગઢવી બંનેને ઝઘડો ના કરવા મધ્યસ્થતા કરવા ગયા હતા  

Visit Saurashtra Kranti Homepage here

અચાનક આરોપી વલ્લીએ ઉશ્કેરાઈ જઈને રાજેશભાઇ ગઢવીને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સારવારમાં મોત થયું હતું. દિવાળીના સપરમાં દિવસોમાં આધેડના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને આરોપી વલ્લીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here