ભાવનગર:GSTના બોગસ બીલીંગ કાંડમાં એસઆઈટીએ 108 આરોપીઓને દબોચ્યા

ભાવનગર:GSTના બોગસ બીલીંગ કાંડમાં એસઆઈટીએ 108 આરોપીઓને દબોચ્યા
ભાવનગર:GSTના બોગસ બીલીંગ કાંડમાં એસઆઈટીએ 108 આરોપીઓને દબોચ્યા
ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ વ્યક્તિઓ પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તેમના ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધાર કેન્દ્રમા જઇ વ્યક્તિઓના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી.

Visit Saurashtra Kranti Homepage here

તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી વ્યક્તિઓના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી ઉભી કરે સરકારના રૂપિયાની ઉચાપત અને છેતરપિંડી કરવાના કાંડમાં અત્યાર સુધી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ કુલ મળી ૧૦૮ આરોપીઓને દબોચી લીધા હતા.આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ વ્યક્તિઓ પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તેમના ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધાર કેન્દ્રમા જઇ વ્યક્તિઓના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી વ્યક્તિઓના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હોય છે.

Read National News : Click Here

જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૩ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-૧ ગુન્હો એમ કુલ-૬ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) વિગેરે મુજબ ગુન્હાઓ દાખલ કરવામા આવ્યા હતા.સરકારએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામા કરવામાં આવી હતી.સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૩ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ તથા અમરેલી ટાઉન પો.સ્ટે.માં-૧ ગુન્હો એમ કુલ-૬ ગુન્હામે અત્યાર સુધી ૧૦૮ આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે.તદુપરાંત હજુયે વધુ આરોપીઓ નામો ખલશે તેમ તેમ ધરપકડ કરવામાં આવશે તેમ હતી.સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમનાં અઘિકારીઓનું કહવું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here