Subscribe Saurashtra Kranti here
પશ્ર્ચિમ નાઇઝર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકી ગતિવિધિઓમાં ખાસ્સો વધારો
પશ્ર્ચિમ આફ્રિકાના દેશ નાઇઝરમાં મોટરબાઈક પર સાવર બંદૃૂકધારીઓએ મચાવેલા તાંડવે દૃુનિયા આખી આઘાતમાં છે. અહીં વિદ્રોહીઓના એક તોળાએ એક આખા ગામને જાણે સ્મશાન બનાવી નાખ્યું હતું. બંદૃુકધારીઓએ માત્ર ૩ જ કલાકમાં ૧૩૭ લોકોને ગોળીએ વિંધ્યા હતાં. હુમલાખોરો મોટી સંખ્યામાં અને બાઈક પર સવાર થઈને આવ્યા હતાં. હુમલાખોરોએ અનેક ઘરોમાં આગ લગાવી દીધી હતી અને ગામલોકો પર આડેધડ ગોળીબાર કરી કોહરામ મચાવ્યો હતો.
જાણકારી પ્રમાણે નાઈઝરના પશ્ર્ચિમ વિસ્તાર ટાહૌઆના ઈંટાજેન, બૈકોરેટ અને અન્ય જગ્યાએ આવેલા ગામમાં હુમલાખોરોએ રીતસરની લોહીયાળ હોળી ખેલી હતી. આ વિસ્તાર માલી સરહદની નજીક આવેલો છે. જોકે હજી સુધી કોઈ આતંકી સંગઢને આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી.
સ્થાનિક અધિકારીઓ પહેલા ૬૦ લોકોના મોતની પુષ્ટિ કરી હતે પરંતુ હવે ત્યાંની સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, બંદૃુકધારીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૩૭ લોકો માર્યા ગયા છે. આ ગોળીબારની આ ઘટના ૩ કલાક ચાલી હતી જેમાં ૧૩૭ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઘટનાએ દૃુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, પશ્ર્ચિમ નાઇઝર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી આતંકી ગતિવિધિઓમાં ખાસ્સો વધારો થયો છે. જાણકારી પ્રમાણે ગયા અઠવાડીયે જ કેટલાક શંકાસ્પદૃોએ લગભગ ૬૬ લોકોની હત્યા કરી હતી. આ વિસ્તારોમાં માત્ર સામાન્ય નાગરિકો પર જ નહીં પણ સુરક્ષાબળો પર પણ હુમલાઓ કરવામાં આવી રહૃાાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here