દિવાળી નિમિતે વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટમાં પહોંચે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે પકડયો

દિવાળી નિમિતે વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટમાં પહોંચે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે પકડયો
દિવાળી નિમિતે વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટમાં પહોંચે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે પકડયો
દિવાળીના તહેવારોમાં બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રવેશ દ્વાર સમાન કુવાડવા ગામ નજીક પ્રભુકૃપા ફાર્મ પાસેથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ટેન્કરમાંથી રૂ. 24.19 લાખની કિંમતના 6300 બોટલ વિદેશી દારુ સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ વાહન, દારૂ અને મોબાઇલ મળી રૂ. 34.30  લાખનો મુદામાલ કબ્જે કરી દારુ મંગાવનાર બુટલેગર સધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.કુવાડવા રોડ પરથી ટેન્કરમાં છુપાવેલી 6,300 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ઝડપાયોવિદેશી દારૂ ટેન્કર અને મોબાઇલ મળી રૂ. 34,30 લાખનો મુદામાલ કબ્જે: વિદેશી દારૂની સપ્લાય કોને કરવાની હતી.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુ સાથે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે દારુ બંધીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભવાનીપુરા ગામે રહેતો શ્રવણકુમાર પોલારામ બિશ્ર્નોઇ નામનો શખ્સ જીજે 06 એઝેડ 9104 નંબરના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. કે.ડી. પટેલ, સ્ટાફ મયુરભાઇ મિયાત્રા, રણજીતભાઇ પઢીયાર, સંજયભાઇ દાફડા અને કુલદીપસિંહ ઝાલા સહીતના સ્ટાફે કુવાડવા નજીક પ્રભુકૃપા ફાર્મ પાસે વોંચ ગોઠવી હતી.

વોંચ દરમ્યાન પુરપાટ ઝડપે આવતા ઉપરોકત નંબરના ટેન્કરને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂ. 24.19 લાખની કિંમતનો 6300 બોટલ વિદેશી દારૂ સાથે ટેન્કરના ચાલક શ્રવણકુમાર બિશ્ર્નોઇની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, વાહન અને બે મોબાઇલ મળી રૂ. 34.30 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા અને કોને પહોચાડવા નો તે મુદ્દે ઝડપાયેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે. રાજકોટના બુટલેગર પાસે પહોંચે તે પૂર્વે ક્રાઇમ બ્રાંચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.શાપરના કારખાનેદાર સાથે રૂ.19.59 લાખની છેતરપિંડી

રાવકીના શ્રી હરી એન્ટરપ્રાઇઝએ પીવીસી રેજીન ન મોકલી કારખાનું બંધ કરી દીધું

શાપરમાં આવેલા જે.પી.પોલીમર્સ નામના કારખાનેદારે ગત માર્ચમાં લોધિકા તાલુકાના રાવકી ગામે આવેલા શ્રી હરી એન્ટરપ્રાઇઝ પાસે ગત તા.માર્ચમાં રુા.19.58 લાખનું પીવીસી રેજીન મગાવ્યા બાદ માલ ન મોકલી કારખાનું બંધ કરી દીધાની શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર આવેલા શ્યામલ સિટી ગોવિંદ રત્ન બંગ્લોઝમાં રહેતા અને શાપર ખાતે જે.પી.પોલીમર્સ નામનું પીવીસીનું ભાગીદારીમાં કારખાનું ધરાવતા સુરેશભાઇ રામજીભાઇ ગજેરાએ મવડી વિસ્તારમાં જય નારાયણ પાર્કમાં રહેતા અને લોધિકાના રાવકી ગામે શ્રી હરી એન્ટર પ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા પરાગભઆઇ માધવજીભાઇ ભંડેરી સામે રુા.19.58લાખની છેતરપિંડી કર્યાની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Read National News : Click Here

2016માં શાપર ખાતે જે.પી.પોલીમર્સ નામનું પીવીસીનું કારખાનું શરુ કર્યા બાદ તેઓને પીવીસી રેજીનની જરુર પડતી હોવાથી સાતેક વખત લોધિકાના રાવકી ગામે આવેલા શ્રી હરી એન્ટરપ્રાઇઝ પાસેથી પીવીસી રેજીન મગાવ્યું હતું. પીવીસી રેજીન ખરીદીનું પેમેન્ટ અગાઉથી જ ચુકવવામાં આવતું હતું. ગત તા.6-3-23ના રોજ જે.પી.પોલીમર્સ દ્વારા રાવકીના શ્રી હરી એન્ટરપ્રાઇઝને રુા.19.58 લાખનું પીવીસી રેજીન મોકલવા ઓર્ડર આપ્યો હતો ત્યારે તેમને આઇઓબી બેન્કમાંથી આઇસીઆઇસીઆઇ બેન્કમાં રુા.19.58 લાખ ટ્રાન્સફર કરી અગાઉથી પેમેન્ટ ચુકવી આપ્યું હતું.

લાંબો સમય થવા છતાં શ્રી હરી એન્ટરપ્રાઇઝ દ્વારા પીવીસી રેજીન મોકલ્યું ન હોવાથી સુરેશભાઇ ગજેરા રાવકી ગામે તપાસ કરવા ગયા ત્યારે શ્રી હરી એન્ટરપ્રાઇઝ બંધ થઇ ગયાનું જાણવા મળ્યું હતુ. અને પરાગભાઇ ભંડેરીના બનેવી અશ્ર્વિનભાઇ ટીંબડીયા અને ફઇનો દિકરો એલીષભાઇ પટેલ મળ્યા હતા તેઓએ પરાગભાઇ ભંડેરી આર્થિક મુશ્કેલીમાં હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. શાપર પોલીસ મથકના એએસઆઇ બી.જે.જાડેજા સહિતના સ્ટાફે રાવકીના શ્રી હરી એન્ટરપ્રાઇઝના પરાગભાઇ ભંડેરી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here