દિલ્હીમાં ગુનાખોરીઓ માજા મૂકી છે
Subscribe Saurashtra Kranti here
ક્રાઈમ કેપિટલ બનેલ દિલ્હીમાં પોલીસ બે ખુંખાર ગુનેગારોને પકડવા ગઈ ત્યારે ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે પણ ગોળીબાર કરતા બે ગુનેગારોને પગમાં ગોળી વાગતા ભાગી શક્યા નહોતા. બન્ને ગુનેગારોને પોલીસે પકડીને હોસ્પિટલ ભેગા કર્યા છે.
દિલ્હીમાં ગુનાખોરીઓ માજા મૂકી છે. એકને એક પ્રકારના ગુના કરવા ટેવાયેલા ગુનેગારોને પકડવા પોલીસે ધોંસ બોલાવી છે. દિલ્લી પોલીસે કેટલાક ગુનેગારો ઉપર ઈનામ પણ જાહેર કર્યું છે. આજે સવારે દિલ્લી ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે, પ્રગતિ મેદાન પાસે દિલ્લીના બે આરોપીઓ, રોહીત ચૌધરી અને ટીટુને પકડવા ગઈ હતી. એ દરમિયાન, બન્ને ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. અને ભાગી નિકળવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ પણ સ્વબચાવમાં ગુનેગારો સામે ગોળીબાર કર્યો હતો. જેમાં રોહીત ચૌધરી અને ટીટુને પગમાં ગોળી વાગતા તેઓ ભાગી શક્યા નહોતા. અને પોલીસે બન્ને ઈજાગ્રસ્ત આરોપીઓને પકડીને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
Read About Weather here
દિલ્લી પોલીસે દિલ્લીને ગુના મુક્ત કરાવનું સફાઈ અભિયાન હાથ ધર્યું છે. દેના ભાગરૂપે વર્ષોથી હાથ ના લાગેલા અને એકના એક જ ગુના કરતા આરોપીઓને પકડીને જેલભેગા કરવાના કામને અગ્રતા આપી છે. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના હાથે ઈજા પામેલ રોહીત અને ટીટુ પૈકી એકના માથે ચાર લાખનું અને બીજાના માથે બે લાખનું ઈનામ રાખ્યુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here