ડારી (વેરાવળ) ટોલનાકે આતંક મચાવી તોડફોડ કરનારા 11 શખ્સોની ધરપકડ

રાજયભરમાં ઝેરીલા સિરપનું નેટવર્ક ચલાવતા વડોદરાના બે સુત્રધારના રાજકોટ પોલીસે રિમાન્ડ પર મેળવ્યા
રાજયભરમાં ઝેરીલા સિરપનું નેટવર્ક ચલાવતા વડોદરાના બે સુત્રધારના રાજકોટ પોલીસે રિમાન્ડ પર મેળવ્યા
અગાઉ ટોલનાકાએ ટોલટેક્સની વસૂલાત બાબતે બે માસ પહેલા બનેલી ધમાલ બાદ સોમવારની રાતે બે બાઈક અને એક કારમાં ધસી આવેલા બૂકાનીધારી અગિયાર શખ્સોએ ટોલનાકાની કાચની નવ કેબિનોમાં ધોકા પછાડી તોડી નાખવા ઉપરાંત છ કોમ્પ્યુટરનો કચ્ચરઘાણ બોલાવી દીધાની ઘટનામાં પોલીસે રાતભર દોડધામ કરી અગિયાર શખ્સોને ઝડપી બે બાઈક અને એક કાર કબજે લીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે બનેલી ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઉપરાંત બુકાનીધારી શખ્સોની ઓળખ મેળવવા માટે સીસીટીવી કેમેરાઓ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રાતભર દોડધામ કરી હતી. આ દરમિયાન બીજ ગામના સરપંચના પુત્ર, મૂખ્ય સૂત્રધાર ડો.અનિલ રણસીભાઈ વાજા, વિપુલ રાજશીભાઈ કામળિયા, મહેન્દ્ર રાજશીભાઈ કામળિયા, કિશન રમેશભાઈ જેઠવા, સાગર ભોજાભાઈ વાજા, પ્રભાતભાઈ ગીરીશભાઈ બારડ,રાજ ભગવાનભાઈ કામળિયા, રાજેશ ભાયાભાઈ ગાવડિયા, યોગેશ ઉર્ફે મહેશ પુનાભાઈ મેર, અજય ઉર્ફે ધમો વજુભાઈ જેઠવાને એલ.સી.બી.ના ઇન્સ્પેકટર એસ.એમ.ઈશરાણી અને ટીમે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ગુનાના કામે વપરાયેલી બલેનો કાર, શાઈન બાઈક, અને સ્પ્લેન્ડર બાઈક કબજે લીધા હતા. પકડાયેલા આરોપીઓ ૧૮થી ૨૬ વર્ષની વયજૂથના જ છે. 

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here