ઘોર કલયુગ! પિતાએ 2 પુત્રીને 8 લાખમાં વેચી દીધી !!

ઘોર કલયુગ! પિતાએ બે પુત્રીને ૮ લાખમાં વેચી દીધી !!
ઘોર કલયુગ! પિતાએ બે પુત્રીને ૮ લાખમાં વેચી દીધી !!

આ ઘોર કલયુગ માં દિવસેને દિવસે ન સાંભળી હોય એવી ઘટના સામે આવી રહી છે ત્યારે રાજસ્થાનના બારાં જિલ્લા ખાતે એક પિતાએ લગ્ન માટે ૮ લાખ રૂપિયા લઈને પોતાની ૨ સગીર દીકરીઓને વેચી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે સગીરાઓના પિતા ફૂલબડોદ નિવાસી બદ્રીલાલની ધરપકડ કરી લીધી છે. આ કેસ છીપાબડૌદ થાણા ક્ષેત્રનો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

બારાંના એસપી કલ્યામલ મીણાએ જણાવ્યું કે, ૨૨ ડિસેમ્બરના રોજ છિપાબડોદ થાણા ખાતે એક સગીરાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતાએ પૈસા લઈને તેના અને તેની નાની બહેનના લગ્ન કરાવી દીધા છે.

૧૩ નવેમ્બરના રોજ તેમના ઘરે ફૂલબડોદ નિવાસી બદ્રી મીણા અને વમાનપુરા નિવાસી સુરેશ નામનો એક વ્યક્તિ મારૂતિ વાન લઈને આવ્યા હતા. તે બંને બહેનોને વાનમાં ઉઠાવીને લઈ ગયા હતા. બદ્રી સતત તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો જ્યારે સુરેશે તેની નાની બહેનને ઘરે લઈ જઈને કેદ કરી દીધી હતી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે સંબંધીત કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Read About Weather here

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી મીનાએ તરત જ સીઓ છબડા પૂજા નાગરના સુપરવિઝન અને થાણાધિકારી છિપાબડોદ રવિન્દ્ર સિંહના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરી હતી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને અપહ્યત સગીરા સાથે દુષ્કર્મના આરોપી બદ્રી મીણા અને સગીરાના પિતા બદ્રીલાલ મીણાની ધરપકડ કરી છે અને સુરેશ મીણા સહિતના અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here