ખોટા દસ્‍તાવેજથી સીમકાર્ડની ખરીદી બદલ ૩ વર્ષની સજા- ૫૦ લાખનો દંડ

ખોટા દસ્‍તાવેજથી સીમકાર્ડની ખરીદી બદલ ૩ વર્ષની સજા- ૫૦ લાખનો દંડ
ખોટા દસ્‍તાવેજથી સીમકાર્ડની ખરીદી બદલ ૩ વર્ષની સજા- ૫૦ લાખનો દંડ
 કેન્‍દ્ર સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્‍ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે. ટેલિકોમ બિલ ૨૦૨૩ સંસદના બંને ગૃહોમાં પસાર થયું. આ બિલમાં નકલી સિમ ખરીદવા પર ૩ વર્ષની જેલ અને ૫૦ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

સાથે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્‍યાન અપાયું છે. ટેલિકોમ બિલની વિશે વાત કરતા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું કે, આ બિલમાં કેવા કડક કાયદાઓનો સમાવેશ કરાયો છે.સંસદે ટેલિકોમ્‍યુનિકેશન બિલ, ૨૦૨૩ને મંજૂરી આપી હતી, જે દેશમાં ૧૩૮ વર્ષ જૂના ટેલિગ્રાફ એક્‍ટને રદ્દ કરીને નવો કાયદો બનાવવા માટે લાવવામાં આવ્‍યો હતો. રાજયસભાએ ગુરુવારે આ બિલને ચર્ચા બાદ ધ્‍વનિ મતથી પસાર કર્યું હતું. લોકસભાએ તેને એક દિવસ પહેલા જ પાસ કરી દીધું છે. બિલ પરની ચર્ચાના જવાબમાં ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્‍ણવે કહ્યું કે ભારતનું ટેલિકોમ સેક્‍ટર ખૂબ જ મુશ્‍કેલ તબક્કામાં હતું પરંતુ છેલ્લા સાડા નવ વર્ષમાં તેને ત્‍યાંથી બહાર લાવવામાં આવ્‍યું છે. તેમણે કહ્યું કે, પહેલા આ વિસ્‍તાર કૌભાંડોથી કલંકિત હતો પરંતુ આજે તે ઉભરતો વિસ્‍તાર બની ગયો છે.

આ બિલમાં KYCના કડક ધોરણો સાથે વપરાશકર્તાની સુરક્ષા પર મુખ્‍ય ફોકસ રહેશે. જાહેરાતના મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની પરવાનગી જરૂરી રહેશે. વપરાશકર્તાઓની ફરિયાદોના નિરાકરણ માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પદ્ધતિ છે. નકલી દસ્‍તાવેજથી સિમ ખરીદવા બદલ ૩ વર્ષની સજા અને રૂ.૫૦ લાખનો દંડ થશે. ટેલિફોન નંબરની સ્‍પુફિંગ કરતા ૩ વર્ષની સજા અને રૂ.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવશે. સિમ બોક્‍સથી ટેલિકોમ સેવાનો ઉપયોગ કરતા ૩ વર્ષની સજા અને રૂ.૫૦ લાખનો થશે દંડ. સ્‍પેક્‍ટ્રમ આવંટન માટે હરાજીને પસંદગીનું માધ્‍યમ બનાવવામાં આવશે.

આ સાથે ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત કરવા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં, ઉપયોગમાં ન હોય તેવા સ્‍પેક્‍ટ્રમ પરત લેવાનો સરકારને અધિકાર,  ટેલિકોમ સર્વિસ શરૂ કરતા પહેલા કેન્‍દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. આમ એકતરફ જયાં વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્‍યાનમાં રખાશે સાથે ટેલિકોમ સ્‍પેક્‍ટ્રમ બાબતે પણ સરકાર પોતાની પાસે અધિકાર રાખશે તો બીજીબાજુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને પણ સરકાર યોગ્‍ય નિયંત્રણ રાખી શકશે.

Read National News : Click Here

‘ડૂ નોટ ડિસ્‍ટર્બ’ રજિસ્‍ટરને વપરાશકર્તાઓને અનિચ્‍છનીય કોમર્શિયલ (સ્‍પામ) મેસેજ અને કોલ્‍સથી બચાવવા માટે કાનૂની આદેશ મળે છે. વપરાશકર્તાઓની ફરિયાદોના નિરાકરણ માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પદ્ધતિ.  ૩ પાસાઓ માટે અધિકૃતતાની સરળ રચનામાં બદલાવઃ ટેલિકોમ્‍યુનિકેશન સેવાઓ પ્રદાન કરવી, ટેલિકોમ્‍યુનિકેશન નેટવર્કનું સંચાલન અને વિસ્‍તરણ અને રેડિયો સાધનો રાખવા. OTT ને બહાર રાખ્‍યું. દસ્‍તાવેજીકરણ વર્તમાનમાં સેંકડો પાનાઓથી ઘટાડીને સંક્ષિપ્ત અને શબ્‍દોવાળા દસ્‍તાવેજમાં આવશે.સ્‍પેક્‍ટ્રમ સુધારાટેલિકોમ નેટવર્કના ધોરણો, સાયબર સુરક્ષા અને રક્ષણ માટે કાનૂની માળખું દૂરસંચાર સેવાઓ,ટેકનોલોજી અને ઉત્‍પાદનોના સંશોધન અને વિકાસને સમાવવા માટે USOFનો અવકાશ વિસ્‍તર્યો.નવીનતા અને ટેકનોલોજીનો વિકાસલાઈવ અને પ્રતિબંધિત પરીક્ષણ વાતાવરણમાં નવા ઉત્‍પાદનો અને સેવાઓનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવા માટે નિયમનકારી સેન્‍ડબોક્‍સની જોગવાઈ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here