કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ

કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ
કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ

લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત કરે છે.

કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ કાર્યાલય

રાહુલ ગાંધીએ અમદાવાદમાં થયેલી કોંગ્રેસ કાર્યાલય પરની ઘટના બાબતે ભાજપને નિશાને લેતા કહ્યું કે, હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું.

કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલા અંગે રાહુલ ગાંધીએ આપ્યો પ્રતિભાવ કાર્યાલય

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ગુજરાતમાં જીતનો હુંકાર કર્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here