કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ સામે ઉઠાવ્યા સવાલો…

કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ ઉઠાવ્યા સવાલો ...
કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ ઉઠાવ્યા સવાલો ...

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા છે. જો કે, હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં હાઈકોર્ટના વલણ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ સામે ઉઠાવ્યા સવાલો… હાઈકોર્ટ

પત્રમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી અદાલતોમાં પ્રેક્ટિસ કરતા લગભગ 150 વકીલોએ CJIને કહ્યું કે અરવિંદ કેજરીવાલના જામીન પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલ સ્ટેને જાણી જોઈને લંબાવવામાં આવી રહ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જજ કેજરીવાલની જામીન અરજી પર નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે અને લાંબી તારીખો આપી રહ્યા છે. સીએમ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન તેમને અમુક સમય માટે જેલમાંથી બહાર આવવાનો મોકો ચોક્કસ મળ્યો હતો. જો કે હાલ તે ફરી જેલમાં છે.

કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ સામે ઉઠાવ્યા સવાલો… હાઈકોર્ટ

વકીલો દ્વારા લખવામાં આવેલા પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના જજ જસ્ટિસ સુધીર જૈને કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની અરજી પર સુનાવણી ન કરવી જોઈએ કારણ કે જસ્ટિસ સુધીર જૈનના ભાઈ અનુરાગ જૈન EDના વકીલ છે.20 જૂને સીએમ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. થોડા દિવસો બાદ સીબીઆઈએ આ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરી હતી.

કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ સામે ઉઠાવ્યા સવાલો… હાઈકોર્ટ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here