ઈશ્વરભાઈ ઘુઘરાવાળા કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

રાજકોટના ઘૂઘરા રસિકો ચેતી જજો! ઈશ્વરભાઈ ઘુઘરાવાળા કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
રાજકોટના ઘૂઘરા રસિકો ચેતી જજો! ઈશ્વરભાઈ ઘુઘરાવાળા કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

રાજકોટના ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને ત્યાંથી અખાદ્ય ચટણીમાં કલરની ભેળસેળ ખુલ્તા દોઢ લાખનો દંડ ફટકારતા અધિક કલેકટર:કોઠારીયા નાકા ખાતેની દુકાનમાંથી 140 કિલો ઝડપાયેલ અખાદ્ય ચીજનો નમૂનો નાપાસ થતા ફૂડ કોર્ટમાં કેસ ચાલી જતા દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુ (ઈશ્વરભાઈ ઘુઘરાવાળા)ને ત્યાંથી 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો ઝડપાયા બાદ આ અંગેનો કેસ અધિક કલેકટરની ફૂડ કોર્ટમાં ચાલી જતા ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને રૂા.દોઢ લાખનો દંડ અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ફટકારવામાં આવ્યો છે.

ઈશ્વરભાઈ ઘુઘરાવાળા કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અખાદ્ય ચટણી

અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરના કોઠારીયા નાકા ખાતે આવેલ ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશના ફુડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણી દરમ્યાન 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ આ અખાદ્ય ચટણીના સેમ્પલ લેબમાં ટેસ્ટીંગમાં મોકલાતા તેના રીપોર્ટમાં કલરની ભેળસેળ ખુલતા આ નમૂનો નાપાસ થતા આ કેસ જીલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર ચેતન ગાંધીની ફુડ કોર્ટમાં ચાલી જતા અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ઈશ્ર્વરભાઈ ઘુઘરાવાળાને રૂા.દોઢ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here