તનિષ્કની એડ હિંદુ ધર્મના હિતમાં નથી: કંગના રનૌત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ સમયે જ્વેલરી કંપની તનિષ્કની એક એડને લઈને નિશાના પર આવી આવી છે. આ એડ લવ જેહાદને સમર્થન આપતી બતાવવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર તેને લઈને ખુબ જ વિરોધ કરવામાં આવી રહૃાો છે. આ પછી તનિષ્કની એડને હટાવવાની ફરજ પડી હતી. હવે આ સમગ્ર મામલા ઉપર બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કંગનાએ પણ તનિષ્કનો વિરોધ કર્યો છે અને આ એડને લઈને પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતે આ એડ ઉપર પોતાનો વિચાર વ્યક્ત કરતા લખ્યુ હતું કે, એડનો જે કોન્સેપ્ટ હતો એટલો ખોટો નથી જેટલો તેનો અમલ કરાયો છે. એક હિંદુ ધર્મની છોકરીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. છોકરી ભારે અવાજે પોતાની સાસુને પૂછી રહી છે કે આ રિવાજ તો તમારે ત્યાં માનવામાં નથી આવતો તો પછી કેમ કરી રહૃાા છો ? શું તે તે ઘરની નથી ? કેમ તેને એ પુછવાની ફરજ પડી રહી છે. શા માટે તે પોતાના ઘરમાં જ આટલી દબાયેલી લાગી રહી છે. ખુબ જ શરમજનક..

આ પછી આ વિવાદૃ ઉપર કંગના રનૌતે બે ટ્વિટ કર્યા હતા. કંગનાએ બીજા દ્રષ્ટિકોણથી તનિષ્ક એડની નિંદા કરી છે. તેણે કહૃાું કે આ એડ કેટલીક રીતે ખોટી છે. તે મહિલા જે પહેલાથી ઘરમાં રહે છે તેને સ્વીકૃતી ત્યારે મળી જ્યારે તેની કોખમાં ઘરનો વારિસ આવ્યો. તેનું ઘરમાં શું મહત્વ છે. આ એડ માત્ર લવ જેહાદૃનું સમર્થન જ નથી કરતી સાથે સાથે જાતીયતાને પણ પ્રોત્સાહન આપે છે.