ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ: ધારાસભ્ય ભીખા જોષી

રવિવારે પ્રથમ 100 વ્યકિતઓને ગિરનાર રોપ-વેની નિ:શુલ્ક સફર
રવિવારે પ્રથમ 100 વ્યકિતઓને ગિરનાર રોપ-વેની નિ:શુલ્ક સફર

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો છે. રોપ-વેની સવારીનો જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે જોતા રોપવે સામાન્ય માણસો માટે નહીં પણ ધનિકો માટેનું સાધન બની રહૃાું છે. તેવા આક્ષેપો પણ હવે થઇ રહૃાા છે. રોપવેનું સંચાલન કરતી કંપનીના દાવા મુજબ રોજ રોપવેના માધ્યમથી ૮૦૦૦ પ્રવાસીઓની અવરજવર થઇ શકશે. હાલ ટિકિટનો દૃર ૭૦૦ રૂપિયા તેમજ બાળકો માટે સાડા ત્રણસો રૂપિયા છે. આ ટિકિટના દર તેમજ રોપ-વેની રોજની ક્ષમતા એટલે કે ૮૦૦૦ને બદલે રોજ ચાર હજાર પ્રવાસીઓ રોપ-વેમાં સફર કરશે તો રોજની ૨૮ લાખ આવક થશે તે હિસાબ પ્રમાણે દોઢ વર્ષે દોઢસો કરોડની કંપનીને આવક થશે. રોપ વેની રોજની ક્ષમતા ૮૦૦૦ પ્રવાસીઓને હેરફેર કરવાની છે આ ક્ષમતા કરતા રોજ અડધા પ્રવાસીઓ રોપ-વેમાં સફર કરશે તો દોઢ વર્ષે ૧૫૦ કરોડની આવક થશે. અને રોપવે માટે કરાયેલ ખર્ચથી વધુ રકમ ઊભી થશે. ત્યારબાદ સરકારને ટેક્સની અને કંપનીને મુસાફરોના ટિકિટના મળેલા નાણાની કમાણી થશે.

રોપ-વે શરૂ થવાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો પરંતુ રોપ-વેમાં જવા માટેના ટિકિટના દર સાંભળી અનેક સામાન્ય લોકોનો ઉત્સાહ પર ઠંડું પાણી રેડાઈ ગયું હોય તેવી સ્થિતી થઈ ગઈ છે અને આ બાબતે કચવાટ પણ ફેલાયો છે. રોપ વેની ટીકીટ લઇને જૂનાગઢના ધારાસભ્યો પણ મેદાનમાં આવ્યા છે અને ટિકિટના ભાવ ખૂબ જ વધારે હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા અને પોસાય તેવા ભાવ નથી જેને લીધે આ ભાવવધારો નિયંત્રણમાં લાવી ત્રણસો કે ચારસો રૂપિયા ટિકિટ રાખવામાં આવે તેવું જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહૃાું કે, દરેક લોકો રૂપિયાનો લાભ લઇ શકે અને તેની મજા પણ માણી શકે તે માટે તેઓએ આ અંગે રજૂઆત પણ કરી છે. ખાંભામાં ચૂંટણી પ્રચારમાં એમએલએ ભીખા જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે,ગિરનાર રોપવેનું ભાડું પાવાગઢ કરતા ૬ ગણું વધારે છે. આ મામલે સીએમ મધ્યમ વર્ગના પ્રવાસીઓને રાહત થાય તેવા પ્રયાસ કરે.

સામાન્ય અને ગરીબ જનતાને રોપ-વેનું ભાડું પોષાય તેવું નથી. પાવાગઢ કરતા ત્રણ ગણું લંબાઈને ભાડું ૬ ગણું વધારે લઈને કંપની લૂંટી રહી છે. આ સમગ્ર મામલે રોપ-વેની શરૂઆતમાં નેતાઓને પરિવાર સાથે સંચાલન કરતી કંપનીઓ મફતમાં મુસાફરી કરાવી દૃીધી. જેથી આ સમગ્ર મામલે જૂનાગઢના નેતાઓએ તો મૌન ધારણ કરી લીધું છે પણ પ્રજાજનોમાં જરૂર કચવાટ જોવા મળી રહૃાો છે. જૂનાગઢ રોપવે શરૂ થયાના પ્રથમ દિવસે ૧૪ લાખથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળી રહૃાું છે. અહીં દિવસભર કુલ ૨૦૬૨ લોકોએ સફર કરી હતી. રોવ-વેમાં બેસવા માટે રવિવારે સવારથી જ પ્રવાસીઓનો ધસારો રહૃાો હતો. પરંતુ ટીકીટના ભાવ સાંભળીને પરત ફરી રહૃાાના દ્રશ્યો પણ અહી જોવા મળ્યા હતા.