૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા
૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા

૧૧: જુલાઇની ૨૩મીએ રજુ કરવામાં આવનાર ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂા. ૨.૫ લાખથી વધારીને રૂા. ૫ લાખ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ રીતે સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન, હોમલોનનું વ્‍યાજ, વેરા રાહતની જોગવાઇઓ જોતા વાર્ષિક રૂા. ૮.૫૦ લાખ સુધીની આવક પર કોઇ જ આવકવેરો ન લાગે તેવી સંભાવના છે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા બજેટ

આગામી બજેટમાં રજુ કરવામાં આવનારા સંભવિત સુધારાઓને ધ્‍યાનમાં લેતા રૂા. ૯ લાખ સુધીની આવક પણ કદાચ વેરા મુકત આવક કરી દેવાય તેવી સંભાવના છે. લોકસભાની છેલ્લી ચૂંટણીને ધ્‍યાનમાં લઇને હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વરસે લોકપ્રિય બજેટ રજુ કરવાના મુડમાં હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તેથી જ આવકવેરામાં મોટી રાહતો આપવામાં આવે તેવી સંભાવના છે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા બજેટ

લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળી તેને માટેનું એક કારણ દેશના મધ્‍યમ વર્ગની ભાજપ પરત્‍વેની નારાજગી પણ હોવાનું તારણ કાઢવામાં આવ્‍યું છે. તેથી જ વખતે મધ્‍યમ વર્ગને ખુશ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. તેમને ખાતર જ રૂા. ૫ લાખ સુધીની આવકને વેરામુકત કરવાના ચૂંટણી વચનને સરકાર પુરૂ કરવાનું વિચારી રહી હોવાનું જણાય છે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા બજેટ

આગામી નવેમ્‍બર માસમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્‍ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મહારાષ્‍ટ્ર ભાજપ માટે મહત્‍વનું રાજ્‍ય છે.

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્‍ટ્રમાં ભાજપને મોટો ફટકો પડયો છે. તેથી ભાજપના ઘટેલા વર્ચસ્‍વને કવર કરી લેવાના ઇરાદા સાથે સરકાર આ વખતે ઉદાર બજેટ રજુ કરે તેવી ધારણા બાંધવામાં આવી રહી છે. આ સુધારો આવી જાય તો તેનો સીધા લાભ નવેમ્‍બર માસમાં ત્રણ રાજ્‍યની આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લાભ થાય તેવી ગણતરી મુકવામાં આવી રહી છે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા બજેટ

અત્‍યારે રૂા. ૩ લાખની આવક સંપૂર્ણપણે વેરામુકત છે. તેના પર રૂા. ૫૦,૦૦૦નું સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન પણ આપવામાં આવે છે. તદુપરાંત રૂા. ૧.૫૦ લાખ સુધીનું પબ્‍લિક પ્રોવિડન્‍ટ ફંડમાં એલઆઇસીમાં, ચોક્કસ યોજના હેઠળ સ્‍ટોકમાર્કેટમાં કરેલું રોકાણ પણ આવકમાંથી બાદ આપવામાં આવે છે. તેમ જ હોમલોન પર ચુકવેલું રૂા. ૨ લાખ સુધીનું વ્‍યાજ પણ આવકવેરામાંથી બાદ કરી આપવામાં આવે છે. તેમ જ કલમ-૮૭-એ હેઠળ રૂા. ૧૨,૫૦૦ના વળતરનો પણ તેમાં સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ રિબેટ વધારીને રૂા. ૨૫,૦૦૦ કરી દે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ કુલ રૂા. ૮.૫૦ લાખ સુધીની આવક પર કોઇ જ વેરો ન લાગે તેવી સંભાવના છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here