હાય મોંઘવારી….જિયોના પ્‍લાન આજથી મોંઘા….

હાય મોંઘવારી....જિયોના પ્‍લાન આજથી મોંઘા....
હાય મોંઘવારી....જિયોના પ્‍લાન આજથી મોંઘા....

રિલાયન્‍સ જિયોના પ્‍લાન આજથી મોંઘા થઈ રહ્યા છે અને હવે ગ્રાહકોએ રિચાર્જ કરવા માટે પહેલા કરતા ૧૨% થી ૨૫% વધુ ખર્ચ કરવો પડશે. કંપનીએ ગયા અઠવાડિયે પ્‍લાનના નવા દરની જાહેરાત કરી હતી, અને તેને આજથી લાગુ કરી દેવામાં આવી છે. એરટેલે પણ કિંમતમાં વધારો કર્યો છે. Vi ૪ જુલાઈથી પોતાના પ્‍લાનની નવી કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. ૧૫૫ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો કર્યા બાદ તે ૧૮૯ રૂપિયા થઈ ગયો છે. આ પ્‍લાનમાં કુલ ૨ GB ડેટા આપવામાં આવે છે. જીયોના ૨૦૯ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો થયા બાદ તે ૨૪૯ રૂપિયા થઈ ગયો છે. આ પ્‍લાનમાં દરરોજ ૧ જીબી ડેટા મળે છે.

હાય મોંઘવારી….જિયોના પ્‍લાન આજથી મોંઘા…. જિયો

૨૩૯ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો કર્યા બાદ તે ૨૯૯ રૂપિયા થઈ ગયો છે. ૨૯૯ રૂપિયાના પ્‍લાનની કિંમત ઘટાડીને ૩૪૯ રૂપિયા કરવામાં આવી છે. ૩૪૯ રૂપિયાના પ્‍લાનની કિંમત વધાર્યા બાદ તેને વધારીને ૩૯૯ રૂપિયા કરી દેવામાં આવી છે. જયારે ૩૯૯ રૂપિયાના પ્‍લાનની કિંમત વધારીને ૪૪૯ રૂપિયા કરવામાં આવી છે. આ તમામ પ્‍લાનની વેલિડિટી ૨૮ દિવસની છે.

હાય મોંઘવારી….જિયોના પ્‍લાન આજથી મોંઘા…. જિયો

૪૭૯ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો થયા બાદ તે ૫૭૯ રૂપિયા થઈ ગયો છે. આમાં દરરોજ ૧.૫ જીબી ડેટા મળે છે. ૫૩૩ રૂપિયાના પ્‍લાનની કિંમત ઘટાડીને ૬૨૯ રૂપિયા કરવામાં આવી છે. જેમાં દરરોજ ૨ જીબી ડેટા આપવામાં આવે છે.

૮૪ દિવસની વેલિડિટી સાથે જીયો પ્‍લાનની યાદીમાં પહેલો પ્‍લાન રૂ. ૩૯૫નો પ્‍લાન છે. તેની કિંમત હવે ૪૭૯ રૂપિયા થઈ ગઈ છે. તેમાં કુલ ૬ જીબી ડેટા ઉપલબ્‍ધ છે. ૬૬૬ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો થયા બાદ તે ૭૯૯ રૂપિયા થઈ ગયો છે. ૭૧૯ રૂપિયાના પ્‍લાનની કિંમત ઘટાડીને ૮૫૯ રૂપિયા કરવામાં આવી છે. લિસ્‍ટમાં ૯૯૯ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો કર્યા બાદ તે ૧૧૯૯ રૂપિયા થઈ ગયો છે.

હાય મોંઘવારી….જિયોના પ્‍લાન આજથી મોંઘા…. જિયો

૧૫૫૯ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો થયા બાદ તે ૧૮૯૯ રૂપિયા થઈ ગયો છે. તેમાં કુલ ૨૪ જીબી ડેટા ઉપલબ્‍ધ છે. ૨૯૯૯ રૂપિયાના પ્‍લાનની કિંમત ઘટાડીને ૩૫૯૯ રૂપિયા કરવામાં આવી છે.

૧૫ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો કર્યા બાદ તે ૧૯ રૂપિયા થઈ ગયો છે. ૨૫ રૂપિયાના પ્‍લાનની કિંમત ઘટાડીને ૨૯ રૂપિયા કરવામાં આવી છે. ૬૧ રૂપિયાના પ્‍લાનની કિંમતમાં વધારો કર્યા બાદ તે ૬૯ રૂપિયા થઈ ગયો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here