સુરતમાં સાડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર, પ્રેમ પ્રકરણની ચર્ચા

સુરતના પુણા વિત્તરમાં રહેતા અને સાડીનો વેપાર કરતા યુવાને પ્રેમ પ્રકરણમાં હતાશ થઈ જતા ઝેરી દવા પીને આપઘાતનો નો પ્રયાસ કર્યો હતો. જોકે યુવાનના આ પગલાંને લઈને તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે આ યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત થતા પોલીસે આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ અમરેલી જિલ્લનાં વતની અને હાલમાં સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઓમકાર સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષીય નીતિન લુણાગરિયા સાડીનો વેપાર કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. જોકે નીતિન ઘર નજીક રહેતી એક યુવતીના પ્રેમમાં છેલ્લા લાંબા સમય થી પડ્યો હતો. જોકે પ્રમિકાએ યુવાના પ્રેમ પ્રસ્તાવની ના પાડી હતી જેને લઈને નીતિન છેલ્લા લાંબા સમયથી સતત માનસિક તણાવ અનુભવતો હતો.

જોકે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા નીતિને બે દિવસ પહેલાં પોતાના ઘરમાં ઝેરી દવા પીને આપઘાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાની જાણકારી નીતિનના પરિવારને મળતા તેમણે નીતિનને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હૉસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા નીતિન લુણાગરિયાનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત થતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રેમની વેદી પર આ પ્રકારે જિંદગી કુરબાન કરીને અને આ વેપારીએ સમાજમાં એક નબળું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.