સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

59

સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી કિલોનો નવ હજાર જેટલો છે.જે સામાન્ય માણસને પોસાય તેમ નથી.પરંતુ સુરતનો ટેકસ્ટાઈલ્સ અને ડાયમંડ ઉદ્યોગ સહિત વિદેશોમાંથી દર વર્ષે મળતા ઓર્ડરોને લઈ આ વખતે ખાસ ઘારી બનાવવામાં આવી છે.

સુરતની ૨૪ કેરેટ મીઠાઈ વિક્રેતાએ વર્ષોથી સુરતીઓનો ભરોસો અને વિશ્ર્વાસ કાયમ કર્યો છે.જો કે ચંદી પડવાના પર્વને લઈ ગ્રાહકોએ અગાઉથી જ ઘારીની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે.જ્યાં સામાન્ય રીતે ૪૦૦ રૂપિયાથી લઈ ૧૦૦૦ હજાર રૂપિયા કિલો સુધીના ઘારીના ભાવ હાલ બજારમાં જોવા મળી રહૃાા છે.જો કે આ વચ્ચે સુરતમાં અન્ય ઘારીને ટક્કર મારે તે પ્રકારની ગોલ્ડ ઘારી બજારમાં આવી છે.જે સામાન્ય ઘારીની સરખામણીએ બિલકુલ અલગ છે.