સીંગતેલના ભાવમાં ભડકો: ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો

સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૩૬૦ રૂપિયાએ પહોંચ્યો

રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો છે.સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૩૬૦ રૂપિયા પર પહોંચી ગયો છે. મગફળીની માંગ કરતા ઓછી આવક હોવાના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહૃાો છે. દિવાળી ટાંણે જ સીંગતેલનામાં વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ જશે. સાથે જ કોરોનાને કારણે લોકોની આવક પર અસર પડી છે, આવામાં લોકોની ખરીદી પર પણ અસર પડશે.

દિવાળીએ જે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે તહેવાર પર જ સીંગતેલના ભાવ પર અસર પડી છે. ગુજરાત પહેલેથી જ મગફળીના ઉત્પાદનનું મોટુ કેન્દ્ર રહૃાું છે. આ વર્ષે ૨૧ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદને કારણે મગફળીના વાવેતર પર અસર પડી હતી. ત્યારે આ વર્ષે ઉત્પાદન માત્ર ૩૨ થી ૩૫ લાખ ટનની આસપાસ થયું છે. જેની સીંગતેલના ભાવ પર પણ અસર પડી છે.

તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સીંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સીંગતેલના જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહૃાો છે.

Previous articleસિહોરમાં બળી ગયેલી મગફળીના પાથરા લઇ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા
Next articleમોરબીમાં કોંગ્રેસે ડુંગળી-બટેટાની લારી કાઢી મોંઘવારીની યાદ અપાવી