સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે….

સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે....
સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે....

ચીનના સાયબર ગુનેગારો કંબોડિયા મોકલવામાં આવેલી ભારતીય મહિલાઓને ન્યૂડ કોલ કરીને બ્લેકમેલ કરી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, દાવો કરવામાં આવ્યો છે કે આ ભારતીય મહિલાઓને લોકોને હનીટ્રેપ કરવા દબાણ કરવામાં આવે છે. આ મામલાનો પર્દાફાશ તેલંગાણાના રહેવાસી મુનશી પ્રકાશે કર્યો છે, જે પોતે છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે. મુનશી એક આઈટી કંપનીમાં નોકરી કરતા હતા.તેણે નોકરીની એક સાઈટ પર વિદેશમાં નોકરી માટે તેની પોસ્ટ અપલોડ કરી હતી.

સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે…. ભારતીયો

તેમના કહેવા પ્રમાણે, એક દિવસ કંબોડિયાના એજન્ટ વિજયે તેને ફોન કર્યો અને ઓસ્ટ્રેલિયા જવા માટે નોકરીની ઓફર કરી. વિજયે તેને ટ્રાવેલ હિસ્ટ્રીના બહાને મલેશિયાની ટિકિટ આપી. મુનશીએ કહ્યું કે, તે 12 માર્ચે ફ્લાઈટ દ્વારા કુઆલાલંપુર પહોંચ્યો હતો. ત્યાંથી તેને નોમ પેન્હ લઈ જવામાં આવ્યો. તે વિજયના એક માણસને મળ્યો, જેણે તેની પાસેથી 85 હજાર યુએસ ડોલર લીધા.

આ પછી ચીનીઓએ તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો અને તેને ક્રોંગ વાવેટ લઈ ગયો. અહીં તેમને ટાવર કોમ્પલેક્ષમાં રોકવામાં આવ્યા હતા, જ્યાં ઘણા ભારતીયો પહેલાથી જ હાજર હતા. અહીં તે લોકોને તેલુગુ અને અન્ય ભારતીય ભાષાઓમાં છોકરીઓની નકલી પ્રોફાઇલ બનાવવા અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી.

સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે…. ભારતીયો

ચીનીઓએ તેને એક અંધારા રૂમમાં ગોંધી રાખ્યો અને એક અઠવાડિયા સુધી તેના પર ત્રાસ ગુજાર્યો. કોઈક રીતે મુનશીએ પોતાનો સેલ્ફ વીડિયો રેકોર્ડ કરીને ચેન્નાઈમાં રહેતી તેની પત્નીને મોકલી આપ્યો. મુનશીના આ બધી માહિતી અંગે વહીવટીતંત્રે ભારતીય દૂતાવાસને તેની જાણ કરી હતી. આ પછી 16 એપ્રિલે કંબોડિયન પોલીસે તેને બચાવી લીધો.ચાઈનીઝ ગેંગના બનાવટી કેસના કારણે તેને ત્યાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 12 દિવસના મુકદ્દમા બાદ તેની સામેના આરોપો ખોટા હોવાનું જણાયું હતું.

સાઇબર ક્રાઇમ : ચીનના કંબોડિયામાં હજારો ભારતીયો સાથે ગુલામો જેવું વર્તન કરાઈ રહ્યું છે…. ભારતીયો

જેના કારણે તે જેલમાંથી મુક્ત થઈને 5મી જુલાઈએ દિલ્હી પરત ફર્યો હતો. મુનશીની સાથે વધુ 9 લોકોના જીવ બચ્યા હતા. મુનશીએ કહ્યું કે,ત્રણ હજાર ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા છે, જેમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here