શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ

શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ
શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ

મુંબઈ શેરબજારમાં આજે ફરી તેજીનો વળાંક આવી ગયો હતો. હેવીવેઈટ શેરોમાં ઓલરાઉન્ડ ધૂમ લેવાલી વચ્ચે નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. પસંદગીના ધોરણે હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલી હતી.

શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ શેરબજાર

ડેરીવેટીવ્ઝમાં સટ્ટાખોરી રોકવા નવા પગલા આવવાના અહેવાલોથી નાના ઈન્વેસ્ટરોનું રોકડાના શેરોમાં રોકાણ વધવાની અટકળોથી તેજીનો વ્યાપ વધ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે આવતા થોડા દિવસોમાં બજેટની અટકળો-આશાવાદ હેઠળ વધઘટ આવવાનુ માનવામાં આવી રહ્યું છે.

શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ શેરબજાર

શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, શ્રીરામ ફાઈનાન્સ જેવા શેરો નબળા હતા જયારે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહીન્દ્ર, બ્રિટાનીયા, ઓએનજીસી જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 340 પોઈન્ટના ઉછાળાથી 80300 હતો. તે ઉંચામાં 80387 તથા નીચામાં 79998 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 89 પોઈન્ટ ઉંચકાઈને 24410 હતો. તે ઉંચામાં 24437ની નવી ટોચે પહોંચ્યો હતો. નીચામાં 14331 થયો હતો.

શેરબજારમાં તેજી: નિફટીમાં સર્જાયો નવો રેકોર્ડ શેરબજાર

બીએસઈમાં 3998 શેરોમાં ટ્રેડીંગ હતું તેમાંથી 2004માં સુધારો હતો. 315 વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 310માં તેજીની સર્કીટ હતી. બીએસઈનું માર્કેટ કેપ 451 લાખ કરોડને પાર કરી ગયુ હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here