ડોમેસ્ટીક બાટલો મહિનામાં રૂ.૧૦૦ મોંઘો થયોઃ ગૃહીણીઓમાં દેકારો
સરકાર પોતાની તિજોરી ભરવા માટે સામાન્ય માણસોના ગજવા ઉપર ત્રાટકી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે સરકારે ઘર ઉપયોગ માટેના રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો મૂકી દેતા ગૃહીણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.
કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓની મદદથી એલપીજીના ભાવ વધારી રહી છે પણ આ મહિને તો ઇતિહાસ રચી દીધો છે. સરકાર અને ઓઇલ કંપનીઓમાં ઘરેલુ રાંધણગેસના ભાવમાં મહિનામાં બીજી વાર ભાવ વધારો કરી દેવાયો છે. આવું બે દાયકામાં પહેલીવાર બન્યું હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે.
જાણવા મળતી વિગત અનુમાન ૧લી તારીખે નહિ પણ આ વખતે બીજી તારીખે ઘરેલુ બાટલામાં રૂ.૫૦નો ભાવવધારો કરી દેવાયા બાો ઓઇલ કંપનીઓએ ગઇકાલે રાત્રે ફરી રૂ.૫૦નો ભાવ વધારો જાહેર કરી દેતા આ બાટલાના ભાવમાં મહિનામાં બીજીવાર વધારો થયો છે. ગઇકાલ રાતથી અમલી બને એ રીતે સરકારે રૂ.૫૦નો ભાવ વધારો જાહેર કરતા – ડોમેસ્ટીક ગેસનો બાટલો હવે રૂ.૭૧૦થી ૭૧૩નો થયો હોવાનું જાણવા મળે છે. આમ ચાલુ મહિનામાં જ પ્રજાને કુલ રૂ.૧૦૦નો ડામ આપવામાં આવ્યો છે. ૧૫ દિવસમાં કોમર્શીયલ બાટલામાં રૂ.૯૧ તો ડોમેસ્ટીકમાં રૂ.૧૦૦નો ભાવ વધારો થઇ ગયો છે.