ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર રાખી નજર

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર રાખી નજર
ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર રાખી નજર

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશ પાસે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં ઘઉં છે. ઘઉંની ઘટેલી સરકારી ખરીદીની ચિંતાને કારણે સવાલ ઉઠી રહ્યા હતા કે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કેન્દ્રએ કહ્યું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે પગલાં લેવામાં આવશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે તે ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે સંગ્રહખોરી અટકાવવા માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર રાખી નજર ઘઉં

મંત્રાલયે કહ્યું કે, ‘2024ની રવી માર્કેટિંગ સીઝનમાં 112 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ સિઝનમાં 11 જૂન સુધી 2.66 કરોડ ટન ઘઉં ખરીદ્યા. જાહેર વિતરણ વ્યવસ્થા અને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાતો અંદાજે 1.84 કરોડ ટન જેટલી છે. આમ, વધારાના ઘઉંનો પૂરતો સ્ટોક છે અને જો જરૂર પડશે તો બજાર ભાવને નિયંત્રિત કરવા દરમિયાનગીરી કરવામાં આવશે.

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઘઉંના બજાર ભાવ પર રાખી નજર ઘઉં

મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેફર સ્ટોક માટેના નિયમો વર્ષના દરેક ત્રિમાસિક ગાળામાં બદલાતા રહે છે. બલ્ક સ્ટોકના નિયમો મુજબ 1 જાન્યુઆરી 2024ના રોજ 1.38 કરોડ ટન ઘઉં સરકારી વેરહાઉસમાં હોવા જોઈએ. તે સમયે 1.63 કરોડ ટન ઘઉં ઉપલબ્ધ હતા.‘ઘઉંનો સ્ટોક કોઈપણ સમયે ઘઉંના સ્ટોકની નિર્ધારિત મર્યાદાથી નીચે ગયો નથી.’ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હાલમાં, ઘઉંની આયાત પર ડ્યુટી માળખામાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.”

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here