ટ્રેડીંગ એકાઉન્ટ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ-૨૦૨૦ના અહેવાલ મુજબ
કોરોના કાળમાં દૃેશનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું હતું ત્યારે પણ રિલાયન્સના મૂકેશ અંબાણી દર મિનિટે દોઢ કરોડ રૂપિયાની કમાણી કરતા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું. વાસ્તવમાં કોરોના કાળમાં સમગ્ર વિશ્ર્વના અર્થતંત્રને માઠી અસર થઇ હતી. પરંતુ મૂકેશ અંબાણીનો સિતારો સતત ઝળહળતો રહૃાો હતો.
માત્ર ભારતમાં નહીં, સમગ્ર એશિયા ખંડમાં અત્યારે મૂકેશ અંબાણી સૌથી વધુ શ્રીમંત ઉદ્યોગપતિ છે. ઇન્ડિયા ઇન્ફોલાઇન ટ્રેડીંગ એકાઉન્ટ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૦ના અહેવાલ મુજબ આ વરસે લૉકડાઉન દરમિયાન દર કલાકે મૂકેશ અંબાણી ૯૦ કરોડ રૂપિયા કમાયા હતા. કલાકના ૯૦ કરોડ એટલે દર મિનિટે દોઢ કરોડની કમાણી થઇ. આવું નસીબ બહુ ઓછા લોકોનું જોવા મળે.
આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટના અહેવાલ મુજબ મૂકેશ અંબાણીની સંપત્તિ ૨,૭૭,૭૦૦ કરોડની હતી એ વધીને ૬,૫૮,૪૦૦ કરોડની થઇ ગઇ હતી. યાદીમાં મૂકેશ પછી જે પાંચેક નામો છે એ બધાંની સંપત્તિ કરતાં પણ મૂકેશની એકલાની સંપત્તિ વધી જતી હતી.
મૂકેશ સદા પોતાની કમાણી અને રહેણીકરણીના પગલે મિડિયાના કેન્દ્રમાં રહેતા આવ્યા હતા. વિશ્ર્વમાં બહુ ઓછા શ્રીમંતો પાસે હોય એવા ૨૭ મજલાના અને સેવન સ્ટાર હૉટલને પણ શરમાવે એવા આલીશાન ઘરમાં અંબાણી પરિવાર વસે છે.