અમદાવાદમાં ફટાકડાના કારીગરોની હાલત કફોડી, કારખાનાઓમાં ફક્ત ૩૦% જ ઉત્પાદન

51

કોરોના વાયરસ સંક્રમણને કારણે આ વખતે દિવાળી ઉપર પણ માઠી અસર પડશે. આમ તો અત્યાર સુધી ફટાકડાનું ઉત્પાદન સૌથી વધારે થતું હતું પરંતુ કોરોના વાયરસને કારણે હાલ માત્ર ૩૦ ટકા ઉત્પાદન થયું છે. આ જ કારણે કારીગરો અને વેપારીઓની હાલત કફોડી બની છે. જેને જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે અમદાવાદમાં ફટાકડા ઉદ્યોગમાં મંદી છે. કોરોના વાયરસને કારણે ફટાકડાના ઉત્પાદનમાં મંદી જોવા મળી છે. માત્ર ૩૦% ઉત્પાદનને કારણે ઉત્પાદકો નારાજ જોવા મળ્યા છે, જેને લઇને લાગી રહૃાું છે કે આ વર્ષે ફટાકડાની ખરીદી માટે બજારમાં રોનક નહીં જામે. બીજી તરફ ઉત્પાદકો ગ્રાહકોને આકર્ષવા માટે નવાં નવાં ફટાકડા બનાવી રહૃાા છે.

અમદાવાદના છેવાડે આવેલા રામોલ વિસ્તારમાંથી જો તમે પસાર થતા હોવ તો અહીં દુર ફટાકડાની ફેક્ટરી આવેલી છે. અહીં ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ફટાકડા બનાવી રહૃાા છે. આ વર્ષે આ કારીગરોના ચેહેરા પર નિરાશનું કારણ કોરોના વાયરસ છે. કોરોનાને કારણે એક સમયે રાત દિવસ કામ કરતા કારીગરો હવે માત્ર ૮ કલાક કામ કરે છે. કારીગરો દર વર્ષે સૌથી વધુ ઉત્પાદન કરીએ છીએ પરંતુ હાલ માત્ર ૩૦% ઉત્પાદન થયું છે. કારીગરો દિવસ-રાત કરતા હોય છે પરંતુ આ વર્ષે તેમને ઓછી કમાણી થાય તેવી શક્યતા છે.

પાંચ પેઢીથી ફટાકડાનો બિઝનેસ કરતાંકારીગર કહે છે કે, અમદાવાદમાં લોકલ ફોર વોકલનો કોન્સેપ્ટ કામ તો કરે છે પરંતુ છેલ્લે બધો જ મદાર સરકારની ગાઈડલાઇન પર રહેશે. ગુજરાત સરકારે જે રીતે નવરાત્રીની ગાઈડલાઈન આપી હતી એ રીતે દિવાળીમાં ૨૦૦ લોકોથી વધારે લોકો ભેગા નહીં થાય તેવી વાત કરી છે. પરંતુ ફટાકડા ફોડવા કે નહીં તે અંગે વહેલા જાહેરાત કરે તો કદાચ આ કારીગરોની જિંદગીમાં દિવાળીના રંગ પૂરાશે.

આ વર્ષે કેટલું ઉત્પાદન થયું? :

ઉત્પાદન અને ફટાકડાના બિઝનેસ માટે જાણવા માટે અમે એક ફટાકડા ફેક્ટરીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે ગયા વર્ષ કરતા તેમની ફેકટરીમાં ત્રીજા ભાગનું ઉત્પાદન થયું છે.