દૃુનિયાનો સૌથી મોટો પરિવાર કેવી રીતે રહે છે તે જોવુ હોય તો મિઝોરમની મુલાકાત લેવી પડે. આ પરિવારમાં ૧૮૧ સભ્યો છે અને તેઓ જે ઘરમાં રહે છે તે ૧૦૦ રુમનુ છું. ઘરના મુખિયા જિઓના ચાનાને એક બે નહી પુરી ૩૯ પત્નીઓ છે. જિઓનાને તેમનાથી ૯૪ બાળકો થયા છે. આ બાળકોમાંથી કેટલાકના લગ્ન થઈ ચુક્યા હોવાથી ઘરમાં ૧૪ વહુઓ પણ છે અને ૩૩ પૌત્ર પૌત્રીઓ પણ છે.
જિઓનાના મોટા પુત્ર નુપરલિયાનાનાની પત્ની થેલેંજી કહે છે કે પરિવારમાં કોઈ તકલીફ નથી,કોઈના ઝઘડા નથી, ભોજન બનાવવા સહિતના તમામ કામ અમે હળી મળીને કરીએ છે. પરિવારની મહિલાઓ ખેતી કરવામાં પણ મદૃદૃ કરે છે. જિઓનાની સૌથી મોટી પત્નીના હાથમાં ઘરનુ સંચાલન છે. ઘરના કામની વહેંચણી પણ તેઓ જ કરે છે.
એક સામાન્ય પરિવારને ઘર ચલાવવા માટે જેટલુ રેશન એક મહિનો ચાલે તેટલી ચીજ વસ્તુઓ આ પરિવારને એક દિૃવસ માટે જોઈતી હોય છે. એક દિૃવસમાં આ પરિવાર ૪૫ કિલો ચોખા, ૨૫ કિલો દૃાળ, ડઝનબંધ ઈંડા, ૬૦ કિલો શાકની જરુર પડે છે.રોજ ૨૦ કિલો ફળ ઘરના સભ્યો ખાય તે અલગ.
પરિવારમાં જન્મદિૃવસની ઉજવણી થાય છે.ભલે બધા સભ્યો એક બીજાના નામ યાદૃ રાખવામાં મુશ્કેલી અનુભવતા હોય છે પણ જન્મ દિૃવસ કોઈને કોઈને યાદૃ આવી જતો હોય છે.
એક જ પરિવારમાં આટલી મોટી સંખ્યામાં મતદૃારો હોવાથી રાજકીય રીતે પણ તેમની નોંધ લેવાય છે.રાજકીય પક્ષો આ પરિવારને મહત્વ આપે છે. જિઓનાના પરિવારની ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ છે.
