ખેતરમાં ગાંજાનાં વાવેતરનો પર્દૃાફાશ !! ૧૫.૮૫ લાખના માલ સાથે એકની ધરપકડ
ભાવનગરનાં બગદૃાણા નજીક મોણપર ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપી લઇ ભાવનગર એસઓજી પોલીસે ૧૫.૮૫ લાખની િંકમતના ૩.૧૭ કિલો વજનનાં ગાંજાના ૪૦૫ છોડનો જથ્થો કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે.એસઓજીએ પૂર્વ બાતમીને આધારે ગત રાત્રે મોણપર ગામની સીમમાં આવેલ સંજયભાઇ ધરમશીભાઇ પાંડવની માલીકીના ખેતરમાં દૃરોડો પાડી કપાસનાં પાકની વચ્ચે ગાંજાનાં વાવેતરનું મસમોટુ વાવેતર ઝડપી લઇ સંજય પાંડવાની ધરપકડ કરી હતી.
પોલીસે એફ. એસ. એલ. ની ટીમને જાણ કરતાં એફ. એસ. એલ.ની ટીમ આવી હતી અને ચકાસણી કરતાં ગાંજાના ૪૦૫ છોડ કબ્જે કર્યા હતાં. પોલીસે ગાંજાના છોડ કબ્જે કરી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેનાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુ છે તે સંજય ધરમશી પાંડવ વિરૂધ્ધ એસ.ઓ.જી. ભાવનગરનાં હેજ કોન્સ્ટેબલ મહાવીરિંસહ દિૃલીપિંસહ ગોહીલે બગદૃાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદૃ નોંધાવી છે.