એપલના સીઈઓને ૨૦૧૮માં ૮૪ કરોડનું બોનસ મળ્યું, કુલ કમાણી અધધધ.. રૂ. ૯૫૭ કરોડ
આઈફોન કંપની એપલના સીઈઓ ટિમ કુકને ૨૦૧૮માં રૂ. ૮૪ કરોડનું બોનસ મળ્યું હતું. આ અત્યાર સુધીનું સૌથી વધારે છે. એપલે મંગળવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં બોનસની રકમ વિશે જાણકારી આપી હતી.૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષમાં કુકને વેતન તરીકે રૂ. ૨૧ કરોડ મળ્યા હતા. તે સાથે જ રૂ. ૮૪૭ કરોડની િંકમતના શેર મળ્યા હતા. અન્ય ભથ્થા તરીકે રૂ. ૪.૭૭ કરોડ મળ્યા હતા. આ રીતે તેમની કુલ કમાણી ૯૫૬.૭૭ કરોડ થઈ હતી.
કંપનીની રેવન્યૂ અને ઓપરેિંટગ ઈનરમ ટાર્ગેટના આધાર પર બોનસની રકમ નક્કી કરવામાં આવે છે. ગયા નાણાકીય વર્ષમાં એપલની રેવન્યૂમાં ૧૬ ટકાનો વધારો થયો હતો. એપલનું નાણાકીય વર્શ ૨૯ સપ્ટેમ્બરે પુરૂ થાય છે અને ૩૦ સપ્ટેમ્બરથી નવા વર્ષની શરૂઆત થાય છે.
કુકની કમાણીનો મોટો હિસ્સો એપલના શેરમાંથી આવે છે. તેમને વાર્ષિક ઈક્ધ્રિમેન્ટ તરીકે શેર મળે છે. તેની સંખ્યા એનએન્ડપી-૫૦૦ની કંપનીઓની સરખામણીએ એપલના શેરના પર્ફોમન્સના આધાર પર નક્કી કરવામાં આવે છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં કુકને ૫.૬૦ લાખ શેર મળ્યા હતા. કારણકે એપલના શેરનું પ્રદૃર્શન એસએન્ડપી-૫૦૦ની બે તૃતિયાંશ કંપનીઓ કરતાં સારુ રહૃાું હતું. ગયા નાણાકીય વર્ષમાં એપલે શેરમાં રોકાણકારોને ૪૯% રિટર્ન આપ્યું હતું.એપલના ૪ અન્ય અધિકારીઓને ૨૮ કરોડ રૂપિયા બોનસ મળ્યું હતું. તેમાંથી પ્રત્યેકને સેલરી અને શેર સહિત કુલ ૧૮૫.૫ કરોડની રકમ મળી હતી.