મંગેતરને ઘરે બોલાવી બેભાન કરી ફાંસો આપી હત્યા કરનાર પ્રેમિકા ઝડપાઇ
અંકલેશ્ર્વરની ઈશકૃપા સોસાયટી ખાતે ૨૪ વર્ષીય યુવતીની હત્યાનો સનસની ભર્યો ખુલાસો અંકલેશ્ર્વર પોલીસે કર્યો છે. આ ઘટનામાં પ્રેમીએ મંગેતરને ઘરે બોલાવી તેને બેભાન થવાની ગોળી ખવડાવી ફાંસો આપનાર પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનામાં અંકલેશ્ર્વર ખાતે રહેતો મીહિરના લગ્નેતર સંબંધ ભરૂચ ખાતે રહેતી ૨૪ વર્ષીય રવીના સાથે થયા હતા. જો કે એ અગાઉ મિહિર ધર્મિષ્ઠા વસાવા નામની યુવતી સાથે તેને પ્રેમનો સંબંધ હતો. પરંતુ તે સંબંધનો અંત લાવ્યા બાદૃ મિહિરના રવીના સાથે સંબંધ નક્કી થયા હતા. જે ધર્મિષ્ઠાને પસંદૃ ન હતું. જેની રીસ રાખી ધર્મિષ્ઠાએ રવિના વિષે તમામ માહિતી મેળવી હતી.
રવીના સાથે મિત્રતા કરી તારીખ ૩૦મી જૂને રવીનાને અંકલેશ્ર્વર ખાતે બોલાવી હતી જ્યાં તેને બેભાન થવાની ગોળી પાણીમાં નાંખી તેને ફાંસો આપવાનું ષડયંત્ર ધર્મિષ્ઠાએ રચ્યું હતું, અને સમગ્ર મામલો આત્મહત્યા કરી હોવાનું પોલીસ ને જણાવ્યું હતું.
જો કે ત્યાર બાદૃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસમાં ધર્મિષ્ઠાએ સમગ્ર કાવતરું ઘડી રવીનાને મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવતા પોલીસે ધર્મિષ્ઠાની ધરપકડ કરી તેના પાંચ દિૃવસના રિમાન્ડ મંજુર કર્યા છે.