અક્ષય કુમારની ફિલ્મો એકધારી સફળતા મેળવી રહી છે, તેથી દૃરેક નિર્માતા અક્ષય સાથે કામ કરવા માટે રસ લઇ રહૃાા છે. અક્ષય વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મ કરતો હોય છે. અક્ષય અને સલમાનનો સમાવેશ સૌથી વધારે કરદૃાતાની યાદૃીમાં થાય છે.
શું તમને ખબર છે અક્ષય કુમારે બે લાખની શરત લગાડી હતી અને તેણે આ શરત જીતી હતી. ચાલો જરા માંડીને વાત કરીએ, ગયા વર્ષની દિૃવાળીમાં અજય દૃેવગણની ‘ગોલમાલ અગેઇન ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ૨૦૦ કરોડની કમાણી કરશે આ વાત પર અક્ષયે બે લાખની શરત લગાડી હતી. તે વખતે અજય દૃેવગણની કોઇ ફિલ્મે ૨૦૦ કરોડનો આંકડો પાર કર્યો નહોતો પણ અક્ષયે ટ્રેલર જોઇને જ શરત લગાવી હતી. અક્ષયનો અંદૃાજો સાચો નીકળ્યો હતો ને ફિલ્મે ૨૦૦ કરોડની કમાણી કરી હતી. અક્ષયે આ શરત કોની સાથે લગાવી હતી આ વાત હજી સુધી બહાર આવી નથી.
