સિટી બસની અડફેટે યુવકનું મોત થતાં ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો
સુરત,તા.5
સરથાણા જકાતનાકા ખાતે બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહેલા યુવકનું સિટી બસની અડફેટે મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે ઉશ્કેરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે. હીરાબાગ ડોક્ટર હાઉસ બ્રીજ નીચે રહેતાં ભટકતું જીવન જીવતા ભાવેશ હરેશ દૃેવીપૂજક નામના યુવકને તાવ આવતો હતો. અને દૃવાખાને જવા માટે સરથાણા બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહૃાો હતો
એ દૃરમિયાન સિટી બસની અડફેટે યુવક આવી જતાં મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ બાદૃ લોકોના ટોળા ઉશ્કેરાઈ ગયા હતાં અને પથ્થરમારો કર્યો હતો. બસ સળગાવવાની વાતો થઈ રહી હતી એ દૃરમિયાન પોલીસ પહોંચી જતાં મામલો શાંત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. એક્સિડન્ટ બાદૃ ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે યુવકને મૃત જાહેર કરતાં શબવાહીની દ્વારા પીએમ માટે હોસ્પિટલમાં યુવકનો મૃતદૃેહ ખસેડાયો હતો.