બોટાદ જિલ્લાના 343 બાળકોને પાલક માતા-પિતા યોજના તળે માસિક સહાય

બોટાદ જિલ્લાના 343 બાળકોને પાલક માતા-પિતા યોજના તળે માસિક સહાય
બોટાદ જિલ્લાના 343 બાળકોને પાલક માતા-પિતા યોજના તળે માસિક સહાય
કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બોટાદ જિલ્લાના ૧૬ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે રાજય સરકાર દ્વારા રૂ.૪ હજાર તેમજ એક વાલી ગુમાવનારા ૪૦૮ બાળકોને માસિક રૂા.૨ હજાર સહાય ચૂકવવામાં આવી રહી છે. પાલક માતા-પિતા યોજના હેઠળ આ જિલ્લામાં ૩૪૩ લાભાર્થી બાળકોને માસિક રૂ.૩ હજાર સહાય આપવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લાની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કિશોરીઓને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે તાજેતરમાં બોટાદની એલ.જે.ગર્લ્સ હાઈસ્કૂલ તથા કવિ બોટાદકર કોલેજ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાથનીઓને પોક્સો એકટ ૨૦૧૨, બાળ લગ્ન અધનિયમ ૨૦૦૬ અને બાળ યોજના અને દિવ્યાંગ કલ્યાણકારી યોજના વિશે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાથનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.  જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફિસર દ્વારા કિશોરીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર દ્વારા બાળ કલ્યાણ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Read About Weather here

બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના નેતૃત્વ હેઠળ કર્મઠ કર્મયોગીઓની ટીમ કાર્યરત છે. ઉપરાંત પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમાવનારા ૩ બાળકોને રૂ.૧૦ લાખ લેખે સહાય ચૂકવાઈ છે. આ બાળકોને રૂ.૫ લાખ સુધીની આરોગ્ય સારવાર માટે આરોગ્ય વીમા યોજના હેઠળ પણ આવરી લેવાયાં છે. સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસ  દ્વારા તૈયાર કરેલા બાળ સ્વરાજ પોર્ટલ પરના ૮૨ બાળકો અને તેમના ૩૫ પરિવારોને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાઈ રહ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here